મોદી સરકારે 10 રૂપિયા વધારીને 1.50 રૂપિયાનો ડ્યૂટીમાં કર્યો ઘટાડો

gujarat elections

મોદી સરકારે અાજે પેટ્રોલ અને ડિઝલ મામલે સૌથી મોટી રાહત અાપી છે. સરકારે અેક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો થતાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 2.50 રૂપિયાનો ઘટાડો થશે. અા જ પ્રકારે રાજ્ય સરકારે પણ પોતાની અેક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરે તો પેટ્રોલના ભાવમાં રૂપિયા 5 સુધીનો ઘટાડો અાવી શકે છે. દેશમાં 19 રાજ્યોમાં ભાજપનું શાસન છે. ગુજરાતમાં પણ રૂપાણી સરકારે 2.50 ટકા ડ્યૂટીમાં ઘટાડો કરી દીધો છે. અામ ગુજરાતમાં 5 રૂપિયા પેટ્રોલ અને ડિઝલ સસ્તું થઈ ગયું છે. મોદી સરકાર બન્યા બાદ અેક્સાઈઝ ડ્યૂટીમાં 211 ટકાનો અને ડિઝલની અેક્સાઈઝ ડ્યૂટીમાં 403 ટકાનો વધારો કરાયો છે. હાલમાં પેટ્રોલ પર અેક્સાઇઝ ડ્યૂટી 19.48 રૂપિયા છે. જેમાં બ્રાન્ડેડ પેટ્રોલ પર અેક્સાઈઝ ડયૂટી 20.66 રૂપિયા છે. અામ સરકારે અેક્સાઈઝ ડ્યૂટીમાં અત્યારસુધીમાં માત્ર 12 વખત વધારો કરાયો છે. માત્ર અેકવાર અેક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો થયો છે.

211 ટકાનો મોદી સરકારે કર્યો વધારો

વર્ષ 2014માં ચૂંટણી સમયે પેટ્રોલિયમ ઉત્પાદન પર લાગતાં ટેક્સમાં ઘટાડો કરવાની ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સત્તામાં આવ્યા પછી તે આ મામલે સફળ થઈ શકી નથી. મે 2014માં પેટ્રોલ પર કેન્દ્ર તરફથી એક્સાઈઝ રૂ. 9.48 પ્રતિ લિટર હજી જે વધારીને આજે રૂ.19.48 પ્રતિ લિટર કરવામાં આવી છે. ડીઝલ પર પણ ત્યારે એક્સાઈઝ ડ્યુટી રૂ.3.56 પ્રતિ લિટર હતી જે આજે રૂ. 15.53 કરવામાં આવેલ છે. આ સ્થિતિ ત્યારે જ્યારે ઓક્ટોબર 2017માં બંને ઉત્પાદન પર ટેક્સમાં 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે કેન્દ્રની આવકનો સૌથી મોટો સ્ત્રોત પણ પેટ્રોલ-ડીઝલ જ છે. જેથી તેને GST ના ડાયરમાં પણ હાલમાં લાવવામાં આવી રહ્યું નથી.

ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર 25% વેટ

પેટ્રોલ પર સૌથી ઓછો વેટ 16.62 ટકા ગોવામાં છે જ્યારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39.48 ટકા જેટલો છે. કુલ 28 રાજ્યોમાં આ દર 25 થી 35 ટકા વચ્ચે છે. ડીઝલમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. 13 રાજ્યોમાં વેટનો દર 20 ટકાથી વધારે છે. આ હિસાબે જો જોવામાં આવે તો એપ્રિલ 2014થી ડિસેમ્બર 2017 સુધીમાં માત્ર 45 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે રૂ. 14,67,462 કરોડની આવક એકત્ર કરી છે. જેમાં કેન્દ્રનો હિસ્સો 8 લાખ કરોડની આસપાસ છે. ગુજરાતમાં પણ પેટ્રોલ 25.45 ટકા અને અને ડિઝલ પર 25.55 ટકા વેટ લાગે છે.

જો કે નોંધનીય બાબત એ પણ છેકે કેન્દ્ર સરકારને જે પણ આવક થાય છે તેમાંથી 42 ટકા હિસ્સો રાજ્યને આપવાનો હોય છે. આ પ્રમાણે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ છેલ્લા 4 વર્ષમાં રાજ્યોને રૂ. 6,61,053 કરોડની આવક થઈ છે. જેની સાથે જ કેન્દ્રએ પણ તેમાંથી 42 ટકા હિસ્સો મેળવ્યો છે. મે 2014માં મોદી સરકાર બની, તે બાદ એક્સાઇઝ ડયુટીમાં 211.7 ટકાનો વધારો સરકારે ઝિંક્યો છે. જેને પગલે પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. જનતા પરેશાન છે અને અાજે જેટલીઅે અેક્સાઈઝ ડ્યૂટીમાં રૂપિયા 1.50 ટકાનો ઘટાડો કરતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 2.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

ભાજપ શાસિત રાજ્યોમાં ભાવ ઘટી શકે

જેટલીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ગયા વર્ષે કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બે રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી હતી. આ વખતે ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટના દરોમાં ઘટાડો કર્યો હતો. જેટલીની રૂ. 2.5ની ઘટાડાની જાહેરાત બાદ શક્યતા છે કે ભાજપ શાસિત રાજ્યો વેટમાં ઘટાડો કરી શકે છે. જેનાથી જે-તે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂ. 2.5 કરતા વધારો ઘટાડો થઈ શકે છે.

કેન્દ્રીય નાણાં મંત્રીની રાજ્ય સરકારને વેટ ઘટાડવા અપીલ

કેન્દ્રીય નાણાંમંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શેરબજાર, પેટ્રોલ-ડીઝલની કિંમતો વિશે ઉંડાણપૂર્વક વાત કરી હતી. તેમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં રુપિયા 1.50 સુધી ઘટાડવામાં આવશે. તેમજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 1 રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે.

સપ્ટેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા નાયબ મુખ્યમંત્રીએ કર્યો હતો ઈન્કાર

પેટ્રોલ-ડીઝલના ભાવોને લઈ 10 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું અને ગુજરાતમાં પણ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે આમછતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા તૈયાર નહોતી. માત્ર એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે નહીં.આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડ્યો છે. આખા દેશમાં ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર 20 ટકા ટેક્સ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25થી 30 ટકા ટેક્સ છે. કોંગ્રેસ રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

પેટ્રોલ પર સૌથી ઓછો વેટ 16.62 ટકા ગોવામાં

પેટ્રોલ પર સૌથી ઓછો વેટ 16.62 ટકા ગોવામાં છે જ્યારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39.48 ટકા જેટલો છે. કુલ 28 રાજ્યોમાં આ દર 25 થી 35 ટકા વચ્ચે છે. ડીઝલમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. 13 રાજ્યોમાં વેટનો દર 20 ટકાથી વધારે છે. આ હિસાબે જો જોવામાં આવે તો એપ્રિલ 2014થી ડિસેમ્બર 2017 સુધીમાં માત્ર 45 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે રૂ. 14,67,462 કરોડની આવક એકત્ર કરી છે. જેમાં કેન્દ્રનો હિસ્સો 8 લાખ કરોડની આસપાસ છે. ગુજરાતમાં પણ પેટ્રોલ 25.45 ટકા અને અને ડિઝલ પર 25.55 ટકા વેટ લાગે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here