મહારાષ્ટ્રમાં ખેડૂતની આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું, ‘મોદી સરકાર જવાબદાર’

મહારાષ્ટ્રના યાવતમલ વિસ્તારમાં મંગળવારે એક ખેડૂતે ઝેરી દવા પી લઇને આત્મહત્યા કરી. આ ખેડૂતે તેની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકારને કારણે તેણે આ અંતિમ પગલુ ભર્યુ હતું. આ ઘટનાથી મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ છે.

50 વર્ષના શંકર બાહુરાવ છાયરે નામનો આ ખેડૂત મહારાષ્ટ્રમાં આવેલા યાવતમલ જીલ્લામાં આવેલા રાજુરવાડી ગામનો વતની છે. આ વિસ્તારમાં ખેડૂતો સૌથી વધારે કઠીન પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ખેડૂતની આત્મહત્યાના બાર કલાક પછી પણ તેના પરિવારજનોએ તેના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે હોસ્પિટલમાંથી લઇ જવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારજનોએ માંગણી કરી હતી કે, ક્યાં તો મોદી ખેડૂતનોની દયનીય હાલત નજરે જોવા માટે પરિવારને મળે અથવા રાજય સરકાર તેમને પુરતી સહાય આપે તો જ તેઓ મૃત્યુ પામનાર ખેડૂતની અંતિમવિધી કરશે.

વંસતરાવ નાયક શેતી સ્વાવલંબન મિશનના પ્રમુખ કિશોર તિવારીએ ક્હયું હતુ કે તે ખેડૂત પરિવારને મળશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ખેડૂત પરિવારને લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે અને ખેૂડતના સંતાનોને મફત શિક્ષણ આપવામાં આવશે”

એક માહિતી પ્રમાણે, દુખી ખેડૂતે પહેલા વાડીમાં આવેલા ઝાડની ડાળીએ લટકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ડાળી તૂટી ગઇ હતી. એટલે તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો. બે પાનાંની સુસાઇડ નોટમાં ખેડૂતે તેની યાતના વર્ણવી હતી અને લખ્યું કે, મદદ માટે તેણે ઘણા સરકારી અધિકારીઓ, ધારાસભ્યો અને સંસદસભ્યો પાસેથી મદદ માંગી હતી પણ તેની મદદની વિંનતીને કોઇએ ગણકારી નહીં.

ખેડૂત પાસે નવ એક જમીન હતી જેમાં તેણે કપાસ વાવ્યો હતો. આ માટે તેણે સ્થાનિક સહકારી બેંક પાસેથી 90, 000 રૂપિયાની લોન લીધી હતી અને 3 લાખ રૂપિયાની લોખ શાહુકાર પાસેથી લીધી હતી. પણ કપાસનો પાક નિષ્ફળ જતા મૂશ્કેલીમાં મૂકાયો હતો અને લોન ભરપાઇ કરી શકે તેમ નહોતો. આથી તેણે સુસાઇડ નોટમાં લખ્યુ કે, ”હું દેવું ભરી શકું તેમ નથી, માટે આત્મહત્યા કરુ છું. નરેન્દ્ર મોદી સરકાર આ માટે જવાબદાર છે”.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here