ઈન્ટરનેટની દુનિયા મજેદાર વિડીયોથી ભરાયેલી છે. પરંતુ કેટલીયવાર કેટલાય એવા વિડીયો આવે છે કે જે લોકોના જીવનમાં અને હ્યદયમાં પોતાની ખાસ જગ્યા બનાવી લે છે. અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક શખ્સ પોતાના બાળકને પોતાના ખોળામાં લેતા જ ઈમોશનલ થઈ જાય છે. હકીકતમાં આ વ્યક્તિ પહેલીવાર પિતા બન્યો છે. આના કારણે તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા છે.
ડોક્ટરે શખ્સના ખોળામાં તેના દિકરાને આપ્યો કે તરત જ તે રડી પડ્યો. પોતાના દિકરાને ખોળામાં લઈને આ શખ્સ એટલો ભાવુક બની ગયો કે તે પોતાના આંસુને રોકી ન શક્યો. પોતાના બાળકને જોઈને આંખમાંથી આવેલા આંસુ એ ખુશીના આંસુ હતા. તે પોતાના દિકરાને વળગી પડ્યો અને ગળે લગાવી લીધો પોતાના દિકરાને.આ જ સુંદર દ્રશ્યને એક વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
આ વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયા યુઝર્સને થોડા ભાવુક કરી દિધા છે. આ સાથે જ તમામ યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરવા લાગ્યા. એક યુઝરે કહ્યું કે, આ જીવનની સૌથી સુંદર ક્ષણ છે. આ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું કે, પહેલીવાર પિતાએ પોતાના નવજાત બાળકને ખોળામાં લીધો છે. આની આગળનો અહેસાસ કદાચ શબ્દોમાં વર્ણવવો ખરેખર મુશ્કેલ છે.