GujaratNews

વધુ ફી વસૂલતી પ્રાઇવેટ સ્કૂલોને સરકારે આપ્યો ઝટકો, શું થશે વાલીઓને ફાયદો? જાણો

રાજ્યમાં ખાનગી સ્વ-નિર્ભર શાળાઓમાં ફી નિયમન કાયદાના અમલીકરણને લઇને સરકારે કવાયત શરૂ કરી દીધી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 2017-18 શિક્ષણ સત્રમાં કાયદા કરતા વધુ ફી વસૂલનારી સ્કૂલોએ વાલીઓને ફી પરત કરવાની રહશે અથવા સરભર કરવી પડશે.

સરકારે આ મુદ્દે રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક બોલાવી હતી. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ કાયદા વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીને હાઇકોર્ટે ફગાવી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker