સુરતમાં મહિલા પ્રોફેસરે અગમ્ય કારણોસર કર્યો આપઘાત

સુરતમાં એક મહિલાએ પરિવારજનોની ગેરહાજરીમાં પોતાના ઘરે જ આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. સુરત નજીક આવેલા બારડોલીમાં આવેલા માલિબા કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા ફોરમ પાવેજાએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. આ બનાવને લઈ પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગતો અનુસાર સુરતના પોશ વિસ્તાર અડાજણમાં આવેલા રાજહંસ પ્લોટોમાં પાવેજા પરિવાર રહે છે. મહિલાના પતિ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફોરમબેન સુરતના અડાજણ વિસ્તારના રાજહંસ ફ્લેટના કોમ્પલેક્ષમાં રહેતા હતા. તેમના લગ્નને 7 વર્ષ પહેલા થયા હોવાનું અને અઢી વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોરમબેન બારડોલી નજીક માલિબા કોલેજમાં MSC વિભાગનાં પ્રોફેસર હતા.

ફોરમ પાવેજા આપઘાત પાછળ કથિત બે કારણો સામે આવ્યા છે. તેમના પરિવારના સભ્યોએ મીડિયામાં જણાવ્યું કે, તેમની માનસિક સ્થિતિ ખરાબ હતી અને તેઓ માનસિક તાણનો શિકાર હતા. આજે તેમણે ઘરે ફાંસી ખાઇને આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો. જો કે સુત્રો અનુસાર મહિલાના આપઘાતનું કારણ પારિવારિક ઝગડો હોવાનું માની રહ્યા છે. હાલ તો અડાજણ પોલીસ ઘટના બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.

Scroll to Top