એક વિચિત્ર ઘટનાઃ એક વર્ષની બાળકીના પેટમાંથી મળ્યું ભ્રૂણ

રાંચીમાંથી એક વર્ષની બાળકીમાંથી ભ્રૂણ મળવાનો એક દુર્લભ મામલો સામે આવ્યો છે. આ બાળકી ગિરિડીહની છે જેને લઈને તેના માતા-પિતા ટાટીસિલવે સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ડોક્ટરોએ દર્દથી પીડાતી બાળકીનું અલ્ટ્રાસાઉન્ડ ચેકિંગ કર્યું તો તેમને કંઈક પ્રોબ્લમ દેખાયો.

બાદમાં સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટમાં ખુલાસો થયો કે બાળકીના પેટમાં ભ્રૂણ છે. ડો. આલોક ચંદ્ર પ્રકાશની ટીમે સર્જરી કરીને બાળકીના પેટમાંથી ભ્રૂણને બહાર કાઢ્યું. બાળકી અત્યારે બીલકુલ સ્વસ્થ છે. તેને હોસ્પિટલમાંથી પણ રજા આપી દેવામાં આવી છે.

ડોક્ટરે જણાવ્યું કે, માતાના ગર્ભમાં ઉછેર દરમ્યાન જોડિયા બાળકોની સ્થિતિમાં એક ભ્રૂણ વિકસિત થતું નથી અને બીજાના શરીરમાં ચિપકાઇ જાય છે. દુનિયાભરમાં અત્યાર સુધી આવા અંદાજે 200 કેસ મળી ચૂકયા છે. કહેવાય છે કે 50 લાખમાં આવો એક કેસ જોવા મળે છે. ભારતના કેટલાંય રાજ્યોમાં પણ 5-6 કેસ આવા મળે છે. તેને મેડિકલ ભાષામાં ફિટ્સ ઇન ફિટૂ એટલે કે ભ્રૂણની અંદર બીજું ભ્રૂણ કહેવાય છે.

Scroll to Top