ઈન્ટરનેટ વાળો પ્યાર
આજે બેઠાં બેઠાં મારા પાછલા દિવસો ની યાદ માં ખોવાય ગઈ. કેવી રીતે હું ફેસબુક દ્વારા અખિલ ને મળી યાદ આવતા જ ચેહરા ઉપર હલકી મુસ્કાન આવી ગઈ. હું રોજ ની જેમ બસ ફેસબુક ચાલુ કરી થોડીક પોસ્ટ જોઈ રહી હતી, ત્યારે જ અખિલ ના બધા ફોટો પર એની કોમેન્ટ આવા લાગી, મને સારું પણ લાગતું પર કોઈક કોઈક વાર ગુસ્સે પણ આવતો હતો એની હરકતોથી.
એક દિવસ મેં એને મેસેજ કર્યો ,કોણ છો તમે, કેમ આટલી કોમેન્ટ કરો છો મારા ફોટા પર, હું એના જવાબ ની રાહ જોવા લાગી,એ દિવસ કોઈ જવાબ નહીં આવ્યો, બીજા દિવસ સવારે જ એની જવાબ આવ્યો કે એ મારી જોડે દોસ્તી કરવા માંગે છે, હું વિચાર માં પડી ગઈ કે શુ કોઈ અંજાન વ્યક્તિ સાથે દોસ્તી કરવી સારું છે, પુરા બે દિવસ વિચારી ને એની જોડે દોસ્તી કરી લીધી, અમે હવે દરરોજ વાત કરવા લાગ્યા હતા, વાત કરતા કરતા અમારી દોસ્તી વધારે પાક્કી થઈ ગઈ.
પછી અમે બન્ને એ એક બીજા ના ફોન નંબર આપી દીધા, હવે તો એ મારી જોડે ફોન પર વાત કરવા લાગ્યો, મમ્મી ને કાંઈક શક ગયો અને મને પૂછી જ લીધું કે કોણ છે, કોની જોડે વાત કરી રહી છું, એટલીજ વાર માં મેં મમ્મીને અખિલ ના વિષે બધું જ કહી દીધું, પહેલા તો એમને મારી દોસ્તી, આવી રીતે રોજ ફોને પર વાત કરવાનું સારું ના લાગ્યું, ખબર નહીં કેવો છોકરો છે ? મેં જવાબ માં એક જ વાક્ય બોલી સારો છોકરો છે, તોજ તો હું વાત કરું છુ મમ્મી, એને મારા પર ભરોસો હતો એટલા માટે આગળ કાઈ ના બોલી, અમારી દોસ્તી ને 2 મહિના થઈ ગયા હતાં, અને અમે બન્ને એક બીજાના વિષે બહુજ જાણવા લાગ્યા હતા, મને કંઈ જોડાવ મહેસુસ થવા લાગ્યો હતો, એને જોડે વાત કર્યા વગર મન બેચેન થવા લાગ્યું.
પછી વેલેન્ટાઇન ડે આવ્યો, અને મારા સપના ને અખિલ એ પાંખો લગાવી દીધી મને પ્રપોઝ કરીને, હું તો બસ આ દિવસ ની રાહ જોઈ રહી હતી, જેમ મેં ઝડપ થી હા પાડી દીધી, હવે તો હું મારી બધી વાતો એને કહી રહી હતી, અને એ પણ, હજુ સુધી અમે બન્ને એ ફોને પર જ વાત કરી હતી કોઈ દિવસ માંડ્યા ન હતા. 23 ફેબ્રુઆરી એ એનો જન્મ દિવસ હતો, મેં એને સપ્રાઇસ આપવાનું વિચાર્યું, અને મમ્મી અને ભાઈ સાથે પહુંચી ગઈ દિલ્લી એને મળવા.જ્યારે મેં ત્યાં પહોંચીને એને ફોને કરીને કહ્યું કે હું દિલ્લી સ્ટેશન પર છું તમે આવો.. અમે ત્યાં એની રાહ જોઈ રહ્યા હતાં ને ત્યારે જ હલકા બ્લુ કલર નું શર્ટ માં એ આવ્યો.
એને જોતી જ રહી ગઈ હું, બહુંજ પાતળો હતો એ કદાચ એકલો રહેતો હતો એટલા માટે. એ ત્રીસ વર્ષ નો હોવા છતાં પણ ત્રેવીસ કે ચોવીસ વર્ષ નો લાગી રહ્યો હતો. ટ્રેન ના સફર થી અમે ત્રણેય થાકી ગયા હતા, તેથી અખિલ ને લઈ ને અમે હોટેલ માં પહોંચ્યા. રૂમ બુક કરાવી ,અમારો સામાન લઈ ને રૂમમાં ગયા, હોટેલ નો એક સ્ટાફ અમારી જોડે પાણી અને ચાવી લઈ ને આવ્યા, રુમ ખોલી, અખિલ પાછો એના ઘરે જતો રહ્યો હતો, અમે એને રાત્રે મળવા આવાનું કહ્યું હતું.
હું, મમ્મી, ભાઈ ફ્રેશ થવા જતા રહ્યા, અને સાંજ મળવા જવા માટે તૈયાર થઈ ગયા, જોતા જોતામાં ચાર વાગી ગયા. અને અખિલ આવિ ગયો, પછી અમે પહેલા મુવી અને પછી જમવાનો પ્લાન બનાવ્યો, મૉલ પહોંચીને મુવી ટીકીટ લીધી, ભાઈ અને મમ્મી મુવી જોવા લાગ્યા. પણ અમારું ધ્યાન એક બીજા ઉપર હતું, પછી મુવી પતિ ગયું. અને પછી અમે ત્યાંથી હોટેલ માં જતા રહ્યા. જમવાનું જમી ને અમે ત્રણ હોટેલ અને અખિલ ઘરે જતો રહ્યો.
બીજા દિવસે તેનો બીર્થડે હતો તો અમે બન્ને જ સવારે નવ વાગ્યે ફરવા નીકળી ગયા, હું જે તેના માટે ગિફ્ટ લાવી હતી, એ બધી એને આપી દીધી, એ પણ મારા માટે ગિફ્ટ લાવ્યો હતો, પછી આમે બન્ને એક બીજા ને મળી સુરત જવા માટે નીકળી પડયા. હું બહુંજ ખૂશ હતી, કે મને જેવો જીવન સાથી જોઈતો હતો અખિલ એવો જ છે. એપ્રિલ માં મારી બર્થડે માં સુરત આવી ગયો. એની ટ્રેન સવારે 5 વાગ્યે હતી, ભાઈ એ ના પાડ્યા છતાં હું સ્ફુટી લઈ સ્ટેશન એ પહોંચી ગઈ.
એને આટલી સવારે ઘરે લાવવો ઠીક ના હતું. તેથી એને લઈ હું ડુમ્મસ પહોંચી ગઈ. ત્યાં થોડી વાર બેસી ઘર જવા માટે નીકળી ગઈ. મસ્તો અને ખાવાનું મેનુ પહેલાથી જ તૈયાર હતું. તો બધું જ એ હિસાબ થીજ બની ગયું. મેં કેક કાપી એના પછી નાસ્તો ખાવાનું થઈ ગયું.
એની જોડે બહુજ સમય વિતાવ્યા પછી હું એના પાછા દિલ્લી જવાના ખ્યાલ થી થોડી બેચેન હતી. એને સ્ટેશન છોડવા અમે બધા ગયા. મારી આંખો થી આશુ આવી ગયા. એને જતા જોઈ. પણ મેં જાતે સાંભાળી લીધી પછી મળવા માટે. એ જ્યારે મને મળી ને પાછો ગયો તો તેના પપ્પા ને મારા વિષે કહ્યું. મારા ઘર વાળા પણ લગ્ન જલદી કરી દેવા માંગતા હતા.જેથી પપ્પા એ તેના પપ્પા ને અમારા બન્ને ના લગ્ન ની વાત કહી. અમે બન્ને એકબીજાની પસંદ હતા. તો બન્ને પરિવાર રજા થી બીજા વર્ષ માં માર્ચ ની 8 તારીખ નક્કી થઈ લગ્ન માટે. બહુજ લાંબો સમય હતો અમારા લગ્ન માટે. પણ કહે છે ને કે શાંતિ ના ફળ મીઠા હોય છે.
સમય તો જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો હોય અને અમે બધા લગ્ન ની તૈયારી માં વ્યસ્ત થઈ ગયા. મેં જેવા સપના જોયા હતા તેમ જ બધુ થઈ રહ્યું છે. બધી તૈયારી થઈ ગઈ હતી અમારા બન્નેની. લગ્ન નો દિવસ પણ આવી ગયો હતો.
એ વરરાજા બની ને મારા દરવાજે ઉભો હતો. અને હું બારી થી એની નજર ઉતારી રહી હતી. લગ્ન ની રશ્મો રીતી રિવાજ થી પુરી થઈ ગઈ હતી. અમે બન્ને એક થઈ ગયા. હનીમૂન થી આવ્યા પછી હું ઘર ની જીમેંદારી સંભાળવા લાગી. અમે બન્ને એક બીજા સાથે બહુજ ખુશ હતાં.
એની વચ્ચે એક બીજી ખુશી આવી હું માઁ બનવાની હતી.અખિલ ને જ્યારે આ ખબર બતાવી તો એ બહુજ ખુશ થયો. અને બહુ બધી ચેતવણી આપી ઓફીસ જતો રહ્યો. આરવ ને અમારી જિંદગી માં આયે 4 વર્ષ થઈ ગયા હતા. પણ અખિલ આજે પણ એવા જ છે એની યાદો માં એવી રીતે ખોવાય ગયા કે એનેઆવાની ખબરજ નહીં પડી, એની બાહો માં મને પુનઃ વર્તમાન માં લાવ્યા, અને હું બસ એજ બાહો માં સમાઈ ગઈ, જેમ કે નવી નવેલી દુલ્હન.
સ્ટોરી અને ફોટો કાલ્પનિક છે.