બિહાર અને સમગ્ર દેશના બહુચર્ચિત ચારા કૌભાંડ મામલે રાંચીની સ્પેશિયલ કોર્ટ આજે પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા છે. 3 જાન્યુઆરીના રોજ સજા સંભળાવવામાં આવશે. 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચારા કૌભાંડ સાથે સંકળાયેલી દેવધર ટ્રેઝરીમાંથી 89 લાખ 27 હજાર રૂપિયાના ગેરકાયદે ઉપાડના કેસમાં ચુકાદો આવ્યો હતો.
#LaluPrasadYadav found guilty in a #FodderScam case
Read @ANI Story | https://t.co/l1gIpbLRyB pic.twitter.com/blVcZdKz61
— ANI Digital (@ani_digital) December 23, 2017
શું છે આખો મામલો
વર્ષ 1990 થી 1994 વચ્ચે દેવધર કોષાગારથી પશુઓના ચારા નામે ગેરકાયદેસર રીતે 89 લાખ, 27 હજારઓ રૂપિયા હડપવાનો આરોપ છે. તે સમયે લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતાં. જોકે સમગ્ર મામલો તો રૂપિયા 950 કરોડનો છે, જેમાંથી એક દેવધર કોષાગાર સાથે સંકળાયેલો કેસ છે. આ કેસમાં કુલ 38 લોકો આરોપીઓ હતા જેમના વિરૂદ્ધ સીબીઆઈએ 27 ઓક્ટોબર, 1997ના રોજ કેસ દાખલ કર્યો હતો. આજે લગભગ 20 વર્ષ બાદ કેસના આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.