ગુજરાત મા સોમનાથ મંદિરે પહોંચ્યા રાહુલ ગાંધી

ગુજરાત વિધાનસભા ચુંટણી પ્રચારમાં આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચુંટણી પરિણામો પછી આજે સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે.રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તેમજ ગત મુલાકાત સમયે તેમની ધાર્મિકતા મુદ્દે થયેલા વિવાદ બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે. સોમનાથ મંદિરના દર્શન માટે આવેલા રાહુલ ગાંધી કેશોદ એરબેસ પર ઉતર્યા હતા. રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રભારી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા.

જેમાં રાહુલ ગાંધી ૨૩ ડિસેમ્બરના રોજ અમદાવાદ પહોંચશે અને બપોરે બપોરે ૨.૩૦ વાગે અમદાવાદમાં ઉત્તર ઝોનના નેતાઓ સાથે બેઠક કરશે. ત્યાર બાદ બપોરે ૩.૧૫ વાગે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે.તેમજ ૪ વાગે સૌરાષ્ટ્રના નેતાઓ સાથે બેઠક કરશે. જયારે ૫.૧૫ વાગે દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે કોંગ્રેસને બહુમત મળ્યો નથી. પરંતુ પક્ષનું પરફોર્મન્સ સુધર્યું છે. જેના પગલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ફરી એક વાર સોમનાથના દર્શને આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચુંટણીમાં પ્રચાર દરમ્યાન સોમનાથ મંદિર દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીની જાતીને લઈને વિવાદ ઉભો થયો હતો. જેમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેમને જનોઈધારી હિંદુ ગણાવ્યા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here