ડાઘ ચંપત રાય પર નહી, હજારો વર્ષોથી ચાલ્યા આવી રહેલા હિંદુઓના આંદોલનની ઈમાનદારી પર લાગ્યા છેઃ પ્રવિણ તોગડીયા

ભારતમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની જમીનને લઈને જ્યારથી આપના એક નેતા દ્વારા કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા, ત્યારથી જ ભારતમાં માહોલ ગરમાયો છે. અનેક લોકો સામે આવીને આ મામલે નિવેદનો આપી રહ્યા છે.

ત્યારે વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ડો. પ્રવિણ તોગડીયાએ રામ મંદિર ટ્રસ્ટ ગોટાળાના આરોપને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા. તેમણે કહ્યું કે, આ આરોપ ચંપત રાય પર નથી લાગ્યા પરંતુ હજારો વર્ષોથી ચાલ્યા આવી રહેલા હિંદુઓના આંદોલનની ઈમાનદારી પર પ્રશ્નાર્થ ચિહ્નો લાગી રહ્યા છો. ડો. તોગડીયાએ કહ્યું કે, આરોપોની સફાઈમાં જે સ્પષ્ટીકરણ આપવામાં આવી રહ્યું છે તેની સાથે સહમત થવું મુશ્કેલ છે.

ઘણા ટેકનીકલી પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે અને એકંદરે આ વિશ્વાસ પર એક મોટો પ્રશ્નચિહ્ન ઉભા થઈ રહ્યા છે.ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે તેઓ રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા રહ્યા છે. મંદિરના નિર્માણમાં પણ તેમની પાસે ‘ખિસકોલી’ જેવી ભૂમિકા છે. જ્યારે તેઓ વીએચપીના પ્રમુખ હતા, ત્યારે તેમણે તેમની ઓફિસમાં અને દિલ્હીના આરકે પુરમ સ્થિત કાર્યાલયમાં પોતાના માટે અને રૂમમાં એસી પણ નહોતુ લગાવ્યું. કારણ કે વિશ્વ હિંદુ પરિષદ લોકોના સહકારથી ચાલતી હતી.

તોગડિયાએ કહ્યું કે ભગવાન શ્રી રામે એક ધોબીના ટોણાથી મર્યાદાથી રક્ષા માટે તેમની પત્ની સીતા માતાને નાના ભાઈ લક્ષ્મણ દ્વારા મુકી આવવામાં આવ્યા હતા. આપણે આ યાદ રાખવું જ જોઇએ. આ કોઈ એક વ્યક્તિ અથવા સંસ્થા સાથે જોડાયેલી વાત નથી, તે 100 કરોડ હિન્દુઓની આસ્થા અને માન્યતાને લગતી વાત છે. તેમણે કહ્યું કે જે સંસ્થા સાથે તે 32 વર્ષથી સંકળાયેલ છે અને 22 વર્ષ સુધી તેનું નેતૃત્વ કર્યું છે, તેના પર સવાલ અસહ્ય છે.

મહત્વનું છે કે, રામ મંદિર એ કરોડો હિંદુઓની આસ્થા અને શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મામલો છે. એક તો એ કે આ મામલે રાજનીતિ ન જ થવી જોઈએ. કારણ કે, આ રામ મંદિરને બનાવવા પાછળ હજારો શ્રદ્ધાળુઓની મહેનત અને ભોગ છે. સત્ય શું છે તે તપાસ ન થાય ત્યાં સુધી એક જવાબદાર મિડીયા તરીકે અમે ન કહી શકીએ પરંતુ જે હોય તે, આ મામલે રાજનીતિ તો ન જ થવી જોઈએ તે વાત સ્પષ્ટ છે.

Scroll to Top