આ દેશમાં વેક્સીન લેનારને મળશે 10 લાખની બ્રાંડ ન્યૂ કાર

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. તેનાથી બચવા માટે લગભગ દરેક પ્રભાવિત દેશોમાં વેક્સિનેશન અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં ભારતમાં કેટલાય રાજ્ય વેક્સિનના અભાવનો સામનો કરી રહ્યા છે, ત્યાં અમુક દેશોના નાગરિક હજુ પણ વેક્સિનમાં રસ દેખાડી રહ્યા નથી. જેના લીધે સરકાર તરફથી ઘણી આકર્ષક ઓફર પણ લાવવમાં આવી રહી છે.

રશિયાએ પોતાના દેશમાં રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે એક અનોખી ઓફર નાગરિકોને માટે પરસ્તજત કરી છે. મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપાયેલ એક અહેવાલ મુજબ મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિને ગયા રવિવાટે જાહેરાત કરી છે કે કોરોના વેક્સિન લગાવનારને રૂ.10 લાખની કિંમતની બ્રાંડ ન્યૂ કાર મફતમાં અપાશે. તેમને આશા વ્યક્ત કરી છે કે, તેનાથી રસીકરણના દરમાં સુધાર આવી શકે છે. કેમકે લોકોને નવી કાર મફતમાં ઘરે લઇ જવા મળી રહી છે. જેના કારણે લોકો આકર્ષાઈને રસી લેવા આવશે. તમને જણાવી દઇએ કે, છેલ્લા થોડા દિવસોથી દેશમાં રસીકરણનું અભિયાન ધીમું પડ્યું છે.

સર્ગેઇ સોબિયાનિને જણાવ્યું છે કે, 14 જૂનથી 18 કે, તેથી વધુ ઉમરના લોકો આ ઓફરનો લાભ પ્રાપ્ત કરી શકશે. યોજનાનો ફાયદો ઉઠાવનાર લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેવો અનિવાર્ય રહેલ છે. આ યોજના માત્ર 11 જૂલાઇ સુધી જ લાગૂ રહેશે. ઓફરની જાહેરાત કરતી સમયે તેમણે તે પણ સ્પષ્ટ કર્યુ છે કે, તમામ લોકોને કાર નહીં આપવામાં આવે પરંતુ લોટરી દ્વારા કાર અપાશે અને વિજેતાઓના નામ લકી ડ્રો મારફત નક્કી કરવામાં આવશે. મોસ્કોના મેયરે જણાવ્યું છે કે, આગામી થોડા દિવસો સુધી દર અઠવાડિયામાં લગભગ 5 કાર વિતરણ કરવામાં આવશે અને કુલ મેળવી લકી ડ્રો દ્વારા લગભગ 20 કારોને મફતમાં ડોઝ લેનારને લકી ડ્રોના વિજેતાઓને આપવામાં આવશે.

Scroll to Top