વર્ષ 2020 થઈ કોરોના વાયરસ સંક્રમણ આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યું છે. આનાથી બચવા માટે લોકો તમામ પ્રકારના જુગાડ અપનાવે છે. માસ્ક લગાવવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાથી લઈને પીપીઈ કીટ સુધી લોકો પહેરવા લાગ્યા છે. ફ્લાઈટમાં વચ્ચે વાળી સીટ પર બેસેલા પેસેન્જર માટે તો પીપીઈ કીટ પહેરવી અનિવાર્ય જ છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો ફની વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ કોરોના સંક્રમણથી બચવા માટે ખતરનાક જુગાડ લગાવ્યો.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ફની વિડીયો એક ક્ષણમાં જ વાયરલ થઈ જતા હોય છે. ઈન્સ્ટાગ્રામ રિલ્સ પર એક શખ્સનો મજેદાર વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ કોરોના કાળમાં જરા પણ રીસ્ક લેવાના મૂડમાં નથી. આ શખ્સ કોર્નરની સીટ પર પીપીઈ કીટ પહેરીને બેઠો છે. આણે પોતાના શરીરને એટલું કવર કરી દિધું છે કે શરીરનો કોઈપણ ભાગ દેખાઈ રહ્યો નથી.
જો આપ ક્રાઈમ મૂવીઝ જોતા હશો તો આ કોઈ ક્રાઈમ સીન પર જવાનો મોકો મળ્યો હશે તો આપ યલો ટેપ વિશે જાણતા હશો. પુરાવાઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડથી બચવા માટે આખા ક્રાઈમ સીન પર યલો ટેપ લગાવીને ત્યાં લોકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. વિડીયોમાં નજર આવી રહ્યું છે કે, શખ્સે પોતાની આસપાસ ટેપ લગાવીને લોકોની એન્ટ્રીને પૂર્ણ રીતે બેન કરી દિધી છે.