સ્કુટી શીખી રહી હતી મહિલા, બ્રેકની જગ્યાએ એક્સીલીટર દબાવી દિધું: જૂઓ આ વાયરલ વિડીયો

જો આપ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોવ તો આપની પાસે રોજ કેટલાય એવા વિડીયો સામે આવતા હશે કે જેને જોઈને ખૂબ જ હસવું આવે. કેટલીય વાર આ વિડીયો જોઈને હેરાની થતી હોય છે તો કેટલીય વાર વિડીયોઝને જોઈને હસવું આવે છે. આવો જ એક વિડીયો અત્યારે સામે આવ્યો છે.

વિડીયોમાં એક યુવતી સ્કુટી શીખી રહી છે પરંતુ તે બ્રેક મારવાની જગ્યાએ અચાનક જ એક્સીલિટર દબાવી દે છે. આ કારણ તે સ્કૂટી સાથે ફૂદેડી ફરવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ વિડીયોને જોઈને હસી હસીને લોટ-પોટ થઈ રહ્યા છે તો કેટલાક લોકો પૂછી રહ્યા છે કે, આ બહેનને વાગ્યું તો નથી ને?

વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક મહિલા ઘરની બહાર સ્કૂટી સ્ટાર્ટ કરે છે અને તે જેવી જ સ્કૂટી સ્ટાર્ટ કરે છે કે તેની સ્કૂટી સામેની બાજુ વાળે છે પરંતુ તે સામે પડેલા સ્ટેન્ડ સાથે ટકરાય છે અને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર મારી દે છે અને સ્ટેન્ડ સાથે બહાર નિકળી જાય છે.

Scroll to Top