દેશભરમાં અત્યારે કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. પરંતુ કેટલાક લોકો વેક્સિનના નામથી જ ગભરાઈ જાય છે તો કેટલાક લોકો વેક્સિન લગાવતા સમયે એવી હરકતો કરે છે કે, હસવું આવી જાય. આવી જ એક મહિલાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. આ મહિલા વેક્સિન લગાવતા સમયે એવું કરી રહી છે કે, પેટ પકડીને હસવું પડે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં એક મહિલા વેક્સિન લેતી દેખાઈ રહી છે. તેણે માથે ઓઢેલું પણ છે અને વેક્સિન લગાવનારી સિસ્ટર સાથે વાત કરી રહી છે. ત્યાંજ વેક્સિન જોતા જ તેના હોશ ઉડી ગયા અને તે એક નાનકડા બાળકની જેમ જોર-જોરથી ચીસો પાડવા લાગે છે. આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થયો છે.
હકીકતમાં વેક્સિન લેતા સમયે એટલું બધું દર્દ નથી થતું પરંતુ આ મહિલાને ઈન્જેક્શનનો એટલો ડર છે કે તે પોતાના હોશ ખોઈ બેસે છે. તેને એ પણ ધ્યાન નથી રહેતું કે, તેના માથેથી પાલવ સરકી રહ્યો છે અને અને આજુ-બાજુના લોકો તેને જોઈ રહ્યા છે. તેને આ પ્રકારે ચીસો પાડતી જોઈને વેક્સિન લેનારા અન્ય લોકો પણ ગભરાઈ જાય છે.