કેટલીક વાર નાના બાળકો પણ એટલો કમાલ કરી દે છે કે, તેમની હરકતો જોઈને દરેક વ્યક્તિ હેરાન રહી જતા હોય છે. કેટલાક બચ્ચા સાવ સીધા હોય છે પરંતુ કેટલાક તો તોફાની અને હેરાન કરી દેનારા અઘરી નોટ જેવા બાળકો હોય છે. ત્યારે આવા એક નોટી અને જાદૂગર બાળકનો મજેદાર વિડીયો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને જોઈને તમે લોકો ચોંકી જશો. બાળકની હરકત જોઈને મનમાં સો પ્રકારના સવાલો પણ આવશે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર બનેલા કેટલાક અકાઉન્ટ્સ મજેદાર અને અજીબોગરીબ પ્રકારના વિડીયોઝ શેર કરતા હોય છે. તાજેતરમાં Tube Indian નામના એક અકાઉન્ટ પર નાના બાળકનો એક ફની વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને જોઈને વિશ્વાસ નહી થાય. એક બાળકમાં મશહૂર જાદુગર હેરી પોટરની ઝલક દેખાઈ રહી છે અને આ ખૂબ હેરાન કરનારી વાત છે.
વાયરલ વિડીયોમાં એક બાળ છે. આ બાળક પાસે ઉભેલા એક શખ્સે તેને ફૂલઝર જેવો ફટાકડો સળગાવીને આપ્યો. સામાન્ય રીતે ફટાકડા થોડી વાર સળગ્યા બાદ ઓલવાઈ જતા હોય છે પરંતુ આ ફટાકડોને પણ કોણ જાણે શું મોજ આવી હશે કે તે બાળકના હાથમાં આવ્યા પછી ઓલવાવાનું નામ જ નથી લઈ રહ્યો. બાળક જેટલો ઉછળે છે ફટાકડો એટલો જ વ્યવસ્થિત રીતે સળગે છે.
આ ઈન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ વિડીયોને અત્યારસુધી 3 લાખ લોકો જોઈ ચૂક્યા છે. કેટલાક લોકો આ બાળકને શેતાન બાળક કહી રહ્યા છે તો કોઈ આ બાળકની તુલના હેરી પોટર સાથે કરી રહ્યા છે. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.