ગાંધીનગરઃ શિક્ષા અભિયાન કચેરીમાં એક કર્મચારી લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં વર્ગ 2 ના અધિકારી નિપૂર્ણ ચંદ્રવદન ચોકસીને 1.21 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જો કે ઘરે અને બેન્ક લોકરમાં તપાસ કરતા સરકારી બાબુના પાસેથી રોકડા સવા બે કરોડ રૂપિયા મળી આવતા એસીબીની સૌથી મોટી ટ્રેપ બની છે. સરકારી બાબુ પોતાના પગાર ઉપરાંત ઉપરની મલાઈ ખાવામાં રસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરની સમગ્ર શિક્ષા અભિયાન કચેરીમાં વર્ગ 2 ના અધિકારી નિપૂણ ચંદ્રવદન ચોક્સી 1.21 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બાદમાં નિપૂર્ણના ઘરે અમે બેન્કના બે લોકરમાં તપાસ કરતા 2 કરોડ 27 લાખથી પણ વધુ રકમ મળી આવી હતી. જોડે જોડે રૂ.10 લાખના દાગીનાઓ પણ મળી આવ્યા હતા. જેમાં ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીમાં ફરજ બજાવતા નિપૂણ ચંદ્રવદન ચોકસીએ એક યુવક પાસે કોન્ટ્રાક્ટનું વળતર ચૂકવવા માટે લાંચની માંગણી કરી હતી.

યુવકે પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોયઝ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ થયું હતું. જેના માટે તેમને વળતર ચૂકવવા માટે આરોપીએ 1.25% લેખે લાંચની માંગણી કરી હતી. કેટલીક રકજક બાદ 1% લેખે 1,21,000 ની લાંચ માંગી હતી. યુવકે લાંચ ન આપવી હોવાના કારણે તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ અમદાવાદ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર આર. જી. ચૌધરીએ એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચુડાસમાના માર્ગદર્શન મુજબ નિપૂણ ચંદ્રવદન ચોકસીને ટ્રેપ ગોઠવી ધરપકડ કરી હતી. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ નિપૂણ ચોકસીના ઘેર સર્ચ દરમિયાન 4,12,000 ની રકમ મળી છે.

ગાંધીનગર કો-ઓપરેટિવ બેન્કમાંથી 74,50,000 ની રકમ તેમના લોકરમાંથી મળી આવી છે. અન્ય બેન્કના લોકરમાં ચેક કરતા 1 કરોડ જેટલી રકમ મળી હતી. કુલ સવા 2 કરોડની રકમનો મોટી ટ્રેપ કરવામાં આવી છે. કેનેરા બેંકમાં સોનાની જડતી લેવામાં આવી છે, જેની કિંમત સવા 2 લાખ જેટલી થવા પામી છે. ACBએ ક્લાસ-2 અધિકારી પાસેથી સવા બે કરોડ રૂપિયા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ એસીબીએ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી પાસેથી 1 કરોડ જેટલી તેમજ શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેકટર બોઈલર પાસેથી 37 લાખ જેટલી રકમ ઝડપી પાડી છે જેથી આ અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેપ છે જેમાં એસીબીને રૂ.2 કરોડ 27 લાખ જેટલી રકમ કબ્જે કરવામાં સફળતા મેળવી છે.

 

Scroll to Top