વિધાનસભા બહાર MLA વિરજી ઠુમ્મરે મહિલા PSI સાથે કર્યું ખરાબ વર્તન,જુઓ

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. વિધાનસભા સંકુલ બહાર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિરજી ઠુમ્મરે મહિલા પીએસઆઈને ધક્કો માર્યો હતો.

વિરજી ઠુમ્મર, ગેનીબેન ઠાકોર સહિતના ધારાસભ્યો વિધાનસભામાં પ્રવેશ માટે પહોંચ્યા ત્યારે તેમને પોલીસે અટકાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવેશ માટે વિનંતી છતાં પોલીસે તેમને અંદર જતા અટકાવ્યા હતા. આ દરમિયાન વિરજી ઠુમ્મરને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે વિરજી ઠુમ્મરને અટકાવતા ગાંધીનગરના મહિલા પીએસઆઈ વિરજી ઠુમ્મરના રસ્તામાં આવી ગયા હતા. જે બાદમાં વિરજી ઠુમ્મરે ગુસ્સામાં આવીને તેમના ધક્કો મારી દીધો હતો. વિરજી ઠુમ્મરની પાછળ આવી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ પોલીસે અટકાવ્યા હતા. તેમનું પર્સ ચેક કરીને તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરવાની હોવાને કારણે પોલીસે વિધાનસભા બહાર ચુસ્ત કિલ્લેબંધી કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top