રાજ્યમાં ગણેશ વિસર્જન, ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં DJ વગાડવાને લઈને સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્યમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડીજે અને બેન્ડવાજા વગાડવા સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરાયો છે. કોરોના ગાઈડ લાઈનના મુજબ ડી જે વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પરિપત્ર મુજબ, 15 વ્યક્તિની મર્યાદામાં ગણેશ વિસર્જન અને સ્થાપના પણ કરી શકાશે.

આ સિવાય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સામાજિક કે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 400 લોકોને હાજરી આપી શકાશે. જ્યારે ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 લોકોની હાજરીને મંજૂરી અપાશે. રાજકીય કાર્યક્રમો માટે પણ ડીજેની પણ મંજૂરી મળી શકશે.

જ્યારે ગૃહ વિભાગ દ્વરા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ અને બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના મહત્તમ 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થવાની પરવાનગી મળશે. ગણેશ મહોત્સવ સંબંધમાં ગૃહ વિભાગ દ્વારા તા 26 ઓગસ્ટ 2021 ના હુકમની માર્ગદર્શિકા બહાર પડાઈ હતી.

આ અનુસાર, ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં માત્ર એક જ વાહન મારફત સ્થાપના અને વિસર્જન કરવાની પરવાનગી અપાશે. તેની સાથે એ પણ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ડી.જે વગાડવાની જો મંજૂરી માંગવામાં આવશે તો કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મંજૂરી અપાશે.

Scroll to Top