દિકરી બેભાન થઈ ત્યાં સુધી નરાધમો કર્યો ગેંગરેપ

મુજફ્ફરનગરમાં નાના ભાઈ સામે 15 વર્ષની એક દિકરી સાથે 4 લોકોએ ગેંગરેપ કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર જિલ્લામાં 15 વર્ષની એક નાબાલીક દિકરી સાથે આ લોકોએ ત્યાં સુધી ગેંગરેપ કર્યો કે જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ. 4 દરીંદાઓએ દિકરી સાથે ગેંગરેપની વારદાતને ત્યારે અંજામ આપ્યો જ્યારે તેના માતા-પિતા ક્યાંક બહાર ગયા હતા.

ફૂગાના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક ગામીણ તેના સંબંધીઓ પાસે ગયો હતો. ઘરે તેની સગીર પુત્રી અને સગીર પુત્ર હાજર હતા. મોડી રાત્રે પડોશમાં રહેતા એક યુવક છતના માર્ગેથી ઘરમાં ઘુસી ગયો હતો. યુવક તેની સગીર પુત્રીને બંદૂકની અણીએ ઘરની અંદર બનેલી દુકાનમાં લઈ ગયો હતો. દુકાનનો દરવાજો ખોલતાં બહાર ઉભેલા ત્રણ યુવકો પણ અંદર આવી ગયા.

યુવકે તેના સગીર પુત્રને અવાજ કરવા પર ગોળી મારવાની ધમકી આપી. ચાર યુવકોએ તેની પુત્રી પર ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આરોપીએ ગ્રામીણ સામે અને પોલીસ ફરિયાદ કરવા પર વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરા બેભાન થઈ જતાં ચારેય યુવકો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ બનાવની જાણ સગીરના પિતાએ ફુગાના પોલીસ સ્ટેશનમાં કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી રાહીબ, સાહિબ, આરીફ અને મારુફ એ જ ગામમાં રહે છે કે જ્યાં આ દિકરી રહે છે. ઘટના બાદ આરોપી ફરાર છે. પોલીસે જણાવ્યું કે, ઘટના બાદ પીડિતા બેહોશ થઈ ગઈ હતી અને તેના ભાઈએ આ મામલે પોલીસને જાણકારી આપી હતી.

પોલીસ ઉપાધીક્ષક શરદ ચંદ્ર શર્માએ કહ્યું કે, ચારેય આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો અને પોક્સોના કાયદા અંતર્ગત ફરીયાદ નોંધવામાં આવી હતી.

Scroll to Top