બેંગ્લોરની એક મહિલા કે જે કચરો વિણવાનું કામ કરે છે. આ વિડીયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં મહિલા કડકડાટ અંગ્રેજી બોલી રહી છે. સેસિલિયા માર્ગરેટ લોરેન્સ તરીકે ઓળખાતી આ મહિલાને સદાશિવનગરમાં કચરો વિણતા મળી આવી હતી. જ્યારે ઈન્સ્ટાગ્રામ યૂઝર શચીના હેગરે વિડીયો માટે તેનો સંપર્ક કર્યો ત્યારે તે અંગ્રેજીમાં વાત કરવા લાગી.
View this post on Instagram
વિડીયોમાં કડકડાટ અંગ્રેજી બોલી રહેલી મહિલાનો દાવો છે કે તે 7 વર્ષ જાપાનમાં રહી છે. આ વિડીયો શેર કરતા શચીનાએ કેપ્શન આપ્યું કે, સ્ટોરી હંમેશા તમારી આસપાસ હોય છે આપે બસ એટલું કરવાનું છે કે થોડા રોકાઓ અને ચારે બાજુ જૂઓ. કેટલાક સુંદર અને કેટલાક દર્દનાક, પરંતુ હા માત્ર થોડા ફૂલો વિના જીવન શું છે. જો આપમાંથી કોઈ એને જોવે છે તો અમારો સંપર્ક કરો.
ઈન્સ્ટાગ્રામ વિડીયો શેર કરવામાં આવ્યા બાદ થોડા જ સમયમાં આ વિડીયો વાયરલ થઈ ગયો હતો અને નેટિજન્સ પણ મહિલાની જીવનશૈલી જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, સેસિલિયા રવિવારના રોજ હોલી ઘોસ્ટ ચર્ચમાં નિયમીત આવે છે. વિડીયો જોયા બાદ કેટલાક લોકોએ કહ્યું કે, જેમણે આ વિડીયો પોસ્ટ કર્યો તેમણે ખૂબ જ સારું કામ કર્યું.