ગૌતમ અદાણીને દર મીનિટે થઇ રહ્યું છે આવડુ મોટું નુકસાનઃ આંકડો જાણીને ચોંકી જશો

જૂલાઈના પ્રથમ દિવસે પણ ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં ઘટાડાનો માહોલ બનેલો છે. બે કંપનીઓના શેરોમાં સવારે માર્કેટ ખુલતા જ પાંચ ટકા લોઅર સર્કિટ લાગેલો છે. આમ તો જૂન મહિનાથી જ ગૌતમ અદાણી આકાશથી જમીન પર પહોંચી ગયા છે. શરૂઆતી બે સપ્તાહમાં તો એવું લાગી રહ્યું હતુ કે, તેઓ સંપત્તિ બાબતે મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દેશે, પરંતુ એક સમાચારે એવું ગ્રહણ લગાવ્યું કે ટોપ-20 અમીરની લિસ્ટમાંથી પણ બહાર થઈ ગયા.

14 જૂન પછી ગૌતમ અદાણીની સંપત્તિમાંથી પ્રત્યેક મીનિટ સવા પાંચ કરોડ રૂપિયા ઓછા થઈ રહ્યાં છે. તેઓ દુનિયાની ટોપ-20 સૂચીઓમાંથી પણ બહાર આવી ગયા છે. જણાવી દઈએ કે, પાછલા મહિનાના પ્રથમ સપ્તાહમાં સમાચાર આવ્યા હતા કે ગૌતમ અદાણીની કંપનીમાં રોકાણ કરનારા વિદેશી ફંડોના એકાઉન્ટને ફ્રિઝ કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઘટાડો શરૂ થઈ ગયો. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગૌતમ અદાણીએ 14 જૂન પછીથી દર મીનિટે અદાણીએ સવા પાંચ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. વાસ્તવમાં ગૌતમ અદાણીની જૂનમાં સંપત્તિ 77 અરબ ડોલર પર પહોંચી ગઈ હતી. તે પછી તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર બુધવારે ગૌતમ અદાણીની સંપત્તિ 59.7 બિલિયન ડોલર પર આવી ગઈ છે. 17 જૂન પછી તેમની સંપત્તિ 17.3 અરબ ડોલર એટલે 1,28,720 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એટલે તે પછી તેમને દર મીનિટે સવા પાંચ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

ટોપ 20 લિસ્ટમાંથી બહાર: સંપત્તિમાં જોરદાર ઘટાડા પછી ગૌતમ અદાણી દુનિયાના 20 અરબપતિઓની લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ અનુસાર હવે 59.7 અરબ ડોલરની સંપત્તિ સાથે તેઓ 21માં સ્થાને પહોંચી ગયા છે. એટલે 14 જૂન પછી સાત સ્થળનો ઘટાડો થઈ ગયો છે. જાણકારોની માનીએ તો શેરોમાં ઘટાડો હજું પણ યથાવત છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે.

Scroll to Top