મહેસાણા: રાધનપુર ચોકડીના બદલે ગુરુવારે બપોરે નાગલપુર ચોકડી ઉતરી ગયેલી અમદાવાદની 20 વર્ષની યુવતીની પરિસ્થિતિનો લાભ લઇ રીક્ષાચાલક સહિત 3 શખ્શોએ તેને શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવીને છેડતી કર્યા બાદ રામોસણા સ્થિત એક હોટલ પાસેની ખાલી દુકાનમાં લઇ જઇ 5 કલાક સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો હચમચાવી નાખનારો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.આ અંગે મળતી વિગતો અનુસાર વિકૃત દુષ્કર્મીઓએ યુવતીનો ગાલ પણ કરડી ખાતા લોહી નીતરતી હાલતમાં તેને સૌ પ્રથમ સિવિલમા સારવાર આપ્યા બાદ શહેર બી ડિવિજન પોલીસ મથકે લઇ જવાઇ હતી. મૂળ પાટણ જિલ્લાની અને હાલમા અમદાવાદ રહેતી પરિણિત યુવતી ગુરૂવારે અમદાવાદથી રાધનપુર જવા એસટી બસમા બેઠી હતી.
બાબા રામદેવ હોટલ પાસે એક ખાલી દુકાનમાં લઇ જવાઇ
બપોરે 11.30 વાગ્યે રાધનપુર ચોકડી ઉતરવાના બદલે તે ભુલથી નાગલપુર ચોકડી ઉતરી હતી.ભુલ સમજાતા તે રીક્ષા કરીને રાધનપુર ચોકડી જવા નીકળી ત્યારે રીક્ષા ચાલક અને તેના અન્ય 2 સાગરીતોએ ભેગા મળી તેને રૂમાલ સુંગાડી બે શુધ્ધ કરી છેડતી કરી હતી.યુવતીના કહેવા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમા કલાકો સુધી ફેળવ્યા બાદ તેને સાંજે 7 વાગ્યે રામોસણા વિસ્તારમા આવેલ બાબા રામદેવ હોટલ પાસે એક ખાલી દુકાનમાં લઇ જવાઇ હતી અને દુકાનનું શટર બંધ કરી તેના મોઢામા ડૂંચો ભરાવી દુષ્કર્મ આચર્યુ હતુ અને ત્યાર બાદ સમ્યાંતરે અન્ય બે શખ્શોએ પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.જે પૈકીના એકે દારૂના નશામાં યુવતીના ગાલ પર બચકા ભરીને લોહીલુહાણ કરી દીધી હતી.જોકે, મોડીરાત્રે 12 વાગ્યે દુષ્કર્મીઓનો પીછો છોડાવી નગ્ન અવસ્થામા ભાગેલી યુવતીની કેટલેક દુર આવેલા ગેરેજ માલિક મદદે આવી પત્નીની સાડી વીંટાળી તેના ભાઇનો સંપર્ક કર્યો હતો.
3 દુષ્કર્મીઓ સામે ફરિયાદ
આશરે 2 વાગ્યે યુવતી શહેર બી ડીવીજન પોલીસ ફરિયાદ નોંધાવવા પહોચી હતી પરંતુ તેના ગાલ પરથી વહેતુ લોહી અને બોલવામા અસમર્થ જણાતા તેને પ્રથમ સારવાર માટે મોકલી અપાઇ હતી અને શુક્રવારે સાંજે પુન: પોલીસ સ્ટેશન પહોચેલી યુવતીએ 3 દુષ્કર્મીઓ સામે ફરિયાદ આપવા તજવીજ કરી હતી.