સાપ એક એવું પ્રાણી છે જેનાથી લગભગ બધા જ લોકોને ડર લાગે છે. ખાસ કરીને જ્યારે આ સાપ ઝેરી હોય, તો થોડા જ સમયમાં તમારો જીવ પણ લઈ શકે છે. આવામાં લોકો જેમ બને તેમ સાપથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. જો રસ્તામાં કોઈ સાપ આવી જાય છે, તો લોકો તેમનો રસ્તો જ બદલી દે છે. પરંતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાપથી જરાક પણ બીક (ડરતી) નથી. પરંતુ તેને તો સાપ સાથે રમવાનું ઘણું પસંદ આવે છે.
જો કે હાલના દિવસોમાં શ્વેતા નામની એક છોકરી તેના સાપના શોખને લઈને સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે. જો તમે આ છોકરીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલશો તો તમને આવા ઘણા વીડિયો અને ફોટા જોવા મળશે જેમાં તે સાપને હાથમાં લઈને ઘણી યુક્તિઓ બતાવી રહી છે.
શ્વેતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોતા એવું લાગે છે કે તે સાપ પકડવામાં ઘણી નિષ્ણાત છે. જ્યારે પણ કોઈના ઘરે સાપ ઘુસી જાય છે તો તેઓ આ શ્વેતાને બોલાવી લે છે. શ્વેતા આ સાપને પકડીને જંગલમાં સલામત જગ્યાએ છોડી દે છે. આ રીતે મનુષ્ય અને સાપ બંનેનું જીવન બચી જાય છે. શ્વેતાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દુનિયાનો સૌથી ખતરનાક સાપ કિંગ કોબ્રા (King Cobra) ને હાથમાં લઈને જતી જોવા મળી રહી છે.
View this post on Instagram
કિંગ કોબ્રા (King Cobra) જેવા સાપને હાથમાં લીધા હોવા છતાં તેના ચહેરા પર જરાક પણ ભય જોવા મળી રહ્યો નથી. સામાન્ય રીતે આપણે છોકરાઓને જ સાપ સાથે આવા સ્ટંટ કરતા જોઈએ છીએ. પરંતુ કોઈ છોકરીને આવા ખતરનાક સાપ સાથે સ્ટંટ કરતા ભાગ્યે જ જોવા મળે છે.
ચાલો તમને પણ વધુ સમય બગાડ્યા વગર શ્વેતાનો સાપ સાથેનો વીડિયો બતાવી દઈએ.
View this post on Instagram
આ વીડિયો વાયરલ થયા પછી લોકો શ્વેતાની બહાદુરીના ઘણા વખાણ કરી રહ્યા છે. તેને ઘણા લોકો સ્નેક ગર્લ (સાપને પકડનારી છોકરી) પણ કહી રહ્યા છે. સાપને પકડનારી શ્વેતા તેની પર્સનલ લાઇફમાં ઘણી સ્ટાઇલિશ પણ છે. એટલે કે તેની પાસે સુંદરતા અને બહાદુરી બંને છે. ચાલો તમને શ્વેતાના થોડા વધુ ખતરનાક બહાદુરીના વીડિયો બતાવી દઈએ.
અહીં જુઓ વધુ એક ખતરનાક વિડિયો
View this post on Instagram
તમને આ સાપને પકડનારી અને સાપ સાથે ખતરનાક સ્ટંટ કરનાર છોકરી કેવી લાગી અમને જરૂરથી જણાવો.