“ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વાયોજિત ન હતા?”, ગૃહમંત્રીએ અને CAG નો નાણાંમંત્રીએ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો

ગાંધીનગર: તા. 27/02/2002 ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્ષપ્રેસના એક કોચમાં આગ લગાડી દેવાની ઘટના બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જે બાદમાં રાજ્યમાં ઠેરઠેર તોફાનો થયા હતા.

આ તોફાનો પૂર્વયોજિત હતા કે કેમ તેની તપાસ માટે તત્કાલિન મુખ્યમંત્રીએ કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નાણાવટી પંચની રચના કરી હતી. આ પંચના તપાસ અહેવાલનો ભાગ-ર આજે વિધાનસભાના ગૃહમાં મેજ પર મૂકવામાં આવ્યો હતો.

પાર્ટ-ટુ રિપોર્ટમાં નવ વોલ્યૂમ છે તેમજ 2500 થી વધારે પાના છે. રિપોર્ટમાં 44,445 એફિડેવિટનો સાર આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જસ્ટિસ મહેતા અને જસ્ટિસ નાણાવટીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને ક્લિન ચીટ આપી છે. સાથે જ એવું ટાંક્યું છે, ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વાયોજિત કાવતરું ન હતું. સાથે જ ઘટના બાદ તત્કાલિન મુખ્યમંત્રીની ગોધરા મુલાકાત ખાનગી ન હતી.

નવેમ્બર 2014 માં પંચે અહેવાલ સરકારને સોંપ્યો હતો

2002 માં થયેલી ખેદજનક ઘટનાઓ બાદ સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ શાહના તપાસ પંચની રચના કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ શાહનું મૃત્યુ થતાં જસ્ટિસ અક્ષય મહેતાને નિયુક્ત કરાયા હતા. નવેમ્બર 2014 માં આ અહેવાલ પંચે સરકારને સોંપ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સરકાર કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો મહેસૂલી અને આર્થિક બાબતો પરનો સમીક્ષા અહેવાલ પણ રજૂ થયો છે.

ગોધરાકાંડ બાદ શું થયું?

તા. 27/02/2002 ના રોજ સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના કોચ નં.S6 આગ લગાડવાની હિચકારી ઘટના બની હતી. જેમાં 58 કારસેવકોનાં મૃત્યુ થયા હતા અને 40 થી વધારે લોકોને ગંભીર ઇજા થઈ હતી. રાજ્ય સરકારે તા. 06/03/2002 ના જાહેરનામાંથી જસ્ટીસ કે. જી. શાહ તપાસપંચની રચના કરી હતી. આ જાહેરનામાથી પંચના કાર્યક્ષેત્રમાં નીચેની બાબતો અન્વયે તપાસ કરવાની હતી.

27/02/2002 ની ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનાવના સંજોગો અને તે તરફ દોરી જતી ઘટના.

  • ગોધરાના બનાવ બાદના હિંસક બનાવોના કારણો અને સંજોગો.
  • ગોધરાના બનાવ અને ત્યારબાદના બનાવોને રોકવા તથા કાબૂમાં લેવા રાજ્યનો વહિવટી તંત્રએ લીધેલાપગલાં.
  • ગોધરામાં ટ્રેનના ડબ્બાને આગ લગાવવાની ઘટના પૂર્વ આયોજિત હતી કે કેમ? અને રાજ્યની એજન્સી
  • પાસે આ બાબતની જાણ હતી અને તે રોકી શકે તેમ હતી કે કેમ?
  • આ પ્રકારના બનાવનું પુનરાવર્તન ન થાય તે માટેના ઉપાયો સૂચવવા.

તપાસ પંચના સભ્ય જસ્ટીસ શાહનું તા. 23/03/2008 ના રોજ અવસાન થતાં તેમના સ્થાને કાયદા વિભાગના તા. 06/04/2008 ના જાહેરનામાથી જસ્ટીસ અક્ષય એચ. મહેતાની નિમણૂક કરવામાં આવી હતી.

જસ્ટિસ નાણાવટી અને જસ્ટીસ મહેતાએ તા. 18/09/2008 ના રોજ તપાસ પંચનો અહેવાલનો ભાગ- 1 મુખ્ય મંત્રીને સુપ્રત કર્યો હતો. આ અહેવાલ તા. 25/09/2008 ના રોજ વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તપાસ પંચ ભાગ-૨નો અહેવાલ તા. 18/11/2014 ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top