ગોલ્ડ મેડલ વિજેતા સુમિત અન્ટીલને મળી પ્રથમ એક્સયુવી-700, જાણો તેમાં શું ખાસ છે?

આનંદ મહિન્દ્રાએ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને કંપનીની નવી એસયુવી મહિન્દ્રા એક્સયુવી-700 ની વ્યક્તિગત આવૃત્તિ ભેટ આપવાનું વચન આપ્યું હતું. આ સ્પેશિયલ એડિશનની પહેલી કાર પેરાલિમ્પિક ખેલાડી સુમિત એન્ટીલે મેળવી છે.
એક્સયુવી-700 જેવલિન આવૃત્તિની ડિલિવરી

મહિન્દ્રા ગ્રુપ તરફથી પ્રથમ મહિન્દ્રા એક્સયુવી-700 જેવલિન એડિશન પેરાલિમ્પિક ખેલાડી સુમિત એન્ટીલ ને આપવામાં આવી છે. સુમિત એન્ટીલે 2020ની પેરાલિમ્પિક ગેમ્સમાં જેવલિન થ્રો એટલે કે ભાલાફેક મા ગોલ્ડ મેડલ જીત્યો હતો. કંપનીએ ટ્વિટર પર સુમિતને પ્રથમ એક્સયુવી-૭૦૦ જેવલિન આવૃત્તિની ચાવી સોંપવા વિશે જાણ કરી હતી.

એક્સયુવી-700 જેવલિન આવૃત્તિ: જોકે કંપનીએ એક્સયુવી-700 જેવલિન એડિશનની કોઈ ટેકનિકલ ખાસિયત જાહેર કરી નથી. પરંતુ કંપનીએ ટ્વિટર પર શેર કરેલી તસવીર સ્પષ્ટ રીતે બતાવે છે કે એક્સયુવી-૭૦૦ જેવલિન એડિશનને ગોલ્ડન ટચ આપવામાં આવ્યો છે. ગોલ્ડન ટચ તેની ફ્રન્ટ ગ્રીલ અને કંપનીના લોગો પર પણ દેખાય છે. સુમિત ઉપરાંત બીજા ઘણા ખેલાડીઓને પણ આ કાર મળવાની છે.

કયા ખેલાડીઓને આ કાર મળશે? આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરા એ દેશ માટે પ્રથમ એથ્લેટિક્સ ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે આનંદ મહિન્દ્રાએ તેને ગિફ્ટમાં સ્પેશિયલ મહિન્દ્રા એક્સયુવી-700 આપવાનું વચન આપ્યું હતું. બાદમાં આનંદ મહિન્દ્રાએ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનારા તમામ એથ્લીટ્સને મહિન્દ્રા એક્સયુવી-700ની વિશેષ જેવલિન એડિશનની જાહેરાત કરી હતી.

આ ગાડી સુમિત અને નીરજ ઉપરાંત પેરાલિમ્પિક શૂટિંગ પ્લેયર અવની લેખરા અને મનીષ નરવાલ ને પણ ભેટમાં આપવામાં આવશે.

Scroll to Top