Saurasthra - Kutch

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચેલ દલિત પરિવારને આપવામાં આવી તાલીબાની સજા, 20 વિરુદ્ધ ફરિયાદ

ગુજરાતનાં કચ્છ જીલ્લામાં એક દલિત પરીવાર દ્વારા ગામનાં મંદિરમાં દર્શન કરતા લગભગ 20 લોકો દ્વારા તેના પર હુમલો કરી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવ્યો છે. તેમ છતાં આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઇ પણની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સમગ્ર ઘટના કચ્છ જીલ્લાના ગાંધીધામપંથકની છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ માટે 8 ટીમો બનાવવામાં આવી છે.

આ બાબતમાં પોલીસ ડેપ્યુટી સુપરીન્ટેન્ડેન્ટ કિશોરસિંહ ઝાલા દ્વારા કહેવામાં આવ્યું છે કે, કથિત ઘટના મંગળવારે એટલે કે 26 ઓક્ટોબરના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના નેર ગામમાં ઘટી હતી. પરંતુ અત્યાર સુધી એક પણ દોષિતની ધરપકડ કરાઈ નથી. કિશોરસિંહ ઝાલા દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ અંગે બે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એક ગોવિંદ વાઘલા દ્વારા અને બીજી તેમના પિતા જગાભાઇ દ્વારા કરવામાં આવી છે. બંનેએ એફઆઇઆરમાં દાવો કર્યો છે કે, લગભગ 20 જેટલા લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ઘટનામાં કાના આહિર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પબા રબારી અને કાના કોળી સહિત 20 લોકોના ટોળા સામે એસસી/એસટી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, લૂંટ અને હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એફઆઈઆર અનુસાર, આરોપીઓ તે કારણોસર રોષે ભરાયા હતા કે, ગોવિંદ વાઘેલા અને તેમનો પરિવાર 20 ઓક્ટોબરના રોજ નેર ગામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા માટે ગયો હતો.

ફરિયાદમાં જણાવાયા મુજબ, 26 ઓક્ટોબરના રોજ વાઘેલા તેમની દુકાન પર હતા તે દરમિયાન તેમને જાણ થઈ કે કેટલાક લોકો દ્વારા તેમના ખેતરમાં ઢોર મોકલીને તેમના પાકનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુમાં જણાવ્યા મુજબ, જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા સ્થળ પર પહોંચ્યા તો આરોપીઓએ તેમના પર પાઇપ, લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

આ સિવાય એફઆઈઆર અનુસાર, આરોપીઓ દ્વારા કથિત રીતે મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી અને ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ફરિયાદી દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આરોપીઓ દ્વારા તેમની માતા બધી બેન, પિતા જગાભાઈ અને અન્ય બે સંબંધીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને છ પીડિતોને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર બાબતમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker