નવસારીઃ ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર સરિતા ગાયકવાડનાં માતાપિતા અને પરિવાર દયનીય સ્થિતિમાં ગુજરાન ચલાવી રહ્યંા છે. સરકારનું વિકાસ મોડલ જાણે બૂમરેંગ સાબિત થઈ રહ્યું છે. સરિતાનો પરિવાર કાચા મકાનમાં રહે છે.
શૌચાલય પણ નથી કે ઉજ્જવલા યોજનાનું ગેસ કનેકશન નથી. તેની માતાએ ચૂલા પર રસોઈ કરવી પડે છે. તસવીર તેનો બોલતો પુરાવો છે. ગોલ્ડન ગર્લના ઘર સુધી જિલ્લા મથક સાથે બસ સેવા પણ નથી. ગ્રામજનોને 4 કિ.મી. ચિંચલી સુધી પગપાળા જઈ બસ પકડવી પડે છે.