ગૂગલે ગત વ4શે ઓક્ટોબરમાં પોતાના હાર્ડવેર ઇવેન્ટમાં પોતાના નાનકડા ‘ક્લિપ’ કેમેરાને લોન્ચ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેમેરાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ કેમેરાની કિંમત 249 ડોલર છે એટલે કે આ કેમેરાની કિંમત આશરે 16 હજાર રૂપિયા છે.
ફોટો અને વિડિયો ક્યારે ક્લિક કરવા જોઇએ તેના માટે આ કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત થાય છે. મોટાભાગના કેમેરા જ્યાં કેમેરાપરસનની કાબેલિયત પર આધારિત હોય છે કે તે પોતાની કાબેલિયત મુજબ ક્યારે અને કયો ફોટો લે છે પરંતુ ગૂગલ ક્લિપ કેમેરા તેમાં માહેર છે, તેને આઅટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ટ્રેન્ડ કરવામાં આવ્યો છે. બે-ઇંચ સ્ક્વેરના આ કેમેરામાં 12 મેગાપિક્સલનું સેન્સર છે,130 ડિગ્રી વ્યુ ફિલ્ડ અને 16 જીટીની સ્ટોરેજ છે, જેમાં ત્રણ કલાકનો વિડિયો સેવ કરી શકાય છે.
પરંતુ હાલ આ કેમેરા ફક્ત અમેરિકામાં જ ઉપલબ્ધ છે. તેને ગૂગલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ખાસ કેમેરા ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. તેથી આ કેમેરા માટે હજુ રાહ જોવી પડશે.