ઓછી કિંમતવાળા હેન્ડસેટ યુઝ કરવાવાળા ઈન્ટરનેટ યુઝર્સને Googleની સર્વિસનો અનુભવ કરાવવા માટે Googleએ નવું એપ્લિકેશન Google Go લોન્ચ કર્યું છે.આ એપની મદદથી Googleની સર્વિસ જેવી કે સર્ચ, વાઈસ સર્ચ, JIF, YouTube, ટ્રાન્સલેટ અને મેપ્સની સુવિધાઓ એક જ જગ્યાએ મળી શકે. Google Go માં સર્ચ ટ્રેન્ડ અને કોઈ પણ ખાસ મુદ્દા અંગે વેબ પર ચાલી રહેલી ટોપ સ્ટોરી પણ દેખાશે.
આ એપ અંગે Googleના વાઈસ પ્રેસિડેન્ટ શશીધર ઠાકુરે કહ્યું હતું કે, ‘અમે હજારો ભારતીય નાગરિકોના ફીડબેક લીધા હતા જેથી Google Go દ્વારા નવા યુઝર સુધી ઈન્ટરનેટ પહોંચી શકે.
આ સુવિધાઓ સિવાય એપમાં ફેસબુક, ક્રિકેટબઝ અને ઈનસ્ટાગ્રામ જેવા એપ પણ મળશે. એપમાં એક બટન હશે જેનાથી યુઝર એક ટેપમાં જ સર્ચને ટ્રાન્સલેટ કરી શકશે. 5MBથી ઓછી સાઈઝવાળા Google Go 40 ટકાથી ઓછું ઈન્ટરનેટ વપરાશે અને આનાથી 1GB RAMથી ઓછી RAMવાળા ડિવાઈઝમાં ઓપ્ટીમાઈઝ કરી શકે.’
We built #FilesGo from scratch for Go Edition devices. Today, we’re launching the official version on Google Play. #GoogleForIndia pic.twitter.com/DGDroDT6PO
— Google India (@GoogleIndia) December 5, 2017