પોતાના પ્રીય પાત્રને અંતિમ વિદાય આપી રહ્યું છે આ પક્ષીઃ ભાવુક કરનારો વિડીયો થયો વાયરલ

ઓસ્ટ્રેલિયન ગાલા કે જેને ગ્રે કૂકૂટ પણ કહેવામાં આવે છે. આ સુંદર પક્ષીઓનો એક ભાવુક કરી દે તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ પક્ષી પોતાના પ્રીય સાથીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરી રહ્યું છે.

આ વિડીયોને ભારતીય વન સેવામાં કાર્યરત સુશાંત ચંદા દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, ગુલાબી કલગી વાળું એક ગ્રે કૂકૂટ રોડ પર મરી ગયું છે. તેનું સાથી પક્ષી પોતાના પ્રીય પાત્રના મૃત્યુથી વિચલીત થઈ ગયું છે અને તેને ચાંચ મારીને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. તે આજુબાજુ જોઈને પોતાની ભાષામાં બુમો પણ પાડે છે. પાછુ તેને ઉઠાડવાનો પણ પ્રયત્ન કરે છે. થોડેક દૂર પક્ષીઓનું એક ઝુંડ પણ ઉભુ છે કે જે સાંત્વના તરીકે પક્ષીનો સાથ આપી રહ્યું છે.

આ વિડીયોને ઈન્ટરનેટ પર લોકોએ ખૂબ પસંદ કર્યો છે. અત્યારસુધી આ વિડીયોને 3.3 લાખ લોકોએ જોયો છે. આશરે 6000 લાઈક્સ પણ મળી છે. 1700 લોકોએ આ વિડીયોને રિટ્વીટ કર્યો છે.

Scroll to Top