એકતરફ લગ્નની સીઝન ચાલી રહી છે તો બીજી બાજુ કોરોનાના કારણે કેટલીક કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. હવે જરા વિચારો કે કોઈના લગ્ન હોય અને તે જ દિવસે તેને રજા ન મળે તો તેને પણ વર્ક ફ્રોમ હોમ કરવું જ પડશે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દુલ્હો મંડપમાં બેસીને લેપટોપ પર કામ કરતો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
હકીકતમાં ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે પોસ્ટ કરતા લખ્યું કે દુલ્હો કામ કરી રહ્યો છે અને દુલ્હન હસી રહી છે. 2021 માં આપનું સ્વાગત છે. બાદમાં આ વિડીયો અત્યારે વાયરલ થયો છે. લોકો આને વર્ક ફ્રોમ હોમની જગ્યાએ વર્ક ફ્રોમ વેડિંગ ગણાવી રહ્યા છે.
આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, મંડપમાં બેઠેલો દુલ્હો લેપટોપ પર કામ કરી રહ્યો છે. તેની સામે પંડિતજી મંત્ર ભણી રહ્યા છે પરંતુ તે પોતાનું કામ કરવામાં વ્યસ્ત છે. પહેલા તેણે પોતાનું કામ ખતમ કર્યું અને બાદમાં લગ્નના વિધી પર તેનું ધ્યાન ગયું.
દુલ્હાથી થોડે જ દૂર તેની દુલ્હન આખી આ ઘટના જોઈને હસી રહી છે. દુલ્હાને કામ કરતા જોઈને દુલ્હનના જે રીએક્શન છે તે જોવા જેવા છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો છે.