મગફળી કૌભાંડઃ CM રૂપાણીને 6 મહિના પહેલા હતી જાણ, તો કેમ ન લીધા પગલાં?

રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાથી ધૂળ, માટીના ઢેફા નીકળતા વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જો કે આજે વેર હાઉસના મેનેજરે સત્તાવાર ફરિયાદ પણ નોધાવી દીધી છે. પરંતુ ચોંકાવનારી વાત એ બહાર આવી છે આ કૌભાંડ અંગે સહકારી મંડળીના કમિટી સભ્યના સોનિગભાઇએ 6 મહિના પહેલા CM, કૃષિમંત્રી અને કલેક્ટરને અરજીકરી હતી કે, અહી મગફળીમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. છતા પણ કોઇએ આ વાત ગંભીરતાથી લીધી ન હતી.

જેતપુરના પેઢલા ગામે થયેલ મગફળી કૌભાંડ બહાર આવ્યું છે. પેઢલા ગામના જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળી જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીની મોટી ધણેજ સહકારી મંડળી દ્વારા ખરીદ કરવામાં આવી હતી.

મોટી ધણેજ સહકારી મંડળીના કમિટી સભ્ય સોનિગભાઇ જેઠવા દ્વારા મુખ્યમંત્રી તેમજ જિલ્લા કલેક્ટરને આ કૌભાંડ અંગે 5-2-2018ના રોજ અરજી કરી હતી અને તેમા લખ્યુ હતું. આ અંગે મુખ્યમંત્રીના ઓનલાઇન સ્વાગત કાર્યક્રમ આ પ્રશ્નો મુકવાની પણ વાત કરી હતી. કમિટીના સભ્યએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અવાર નવાર સીઆઇડી ક્રાઇમ સુધી રજૂઆત કરી છે. ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ સમજી વિચારીને ભ્રષ્ટાચાર રહ્યો છે, ખેડૂતોની મગફળી બદલવામાં આવી રહી છે, સરકારને ધ્યાને આવ્યું જ નથી.

મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ આરોપ લગાવ્યો

મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ આરોપ લગાવ્યો કે જયશ્રી ઇન્ટરનેશનલના ગોડાઉનમાં 17.17 કરોડની મગફળી રાખવામાં આવી હતી, વેપારીઓને જે નમૂના બતાવવામાં આવ્યા એના કરતા ગોડાઉનમાં અલગ મગફળી નીકળી છે.

અગાઉ પણ ચૂંટણીઓના બે મહિના પહેલા ધિણોજ ગામના આગેવાનોએ મુખ્યમંત્રીને પાત્ર લખ્યો હતો જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મગફળી લેવામાં મોટાપાયે ભ્રસ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, વધુમાં મોઢવાડિયાએ જણાવ્યું કે બીજેપીના તાલુકા પંચાયતના પ્રમુખના ખેતરમાં મગફળી લેવામાં આવ્યી હોવાની ફરિયાદ હતી, આ ફરિયાદમાં ૩૫ કિલોની ગુણીમાં ૨૦ કિલો માટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી જાણતા હતા છતાં પણ મગફળીમાં ભ્રસ્ટાચાર ને થવા દેવામાં આવ્યો, ભ્રસ્ટાચાર થવા દેવામાં મુખ્યમંત્રીએ કોઈ પગલાં કેમના ભર્યા તેનો ખુલાસો આપે. સદીનું સૌથી મોટું કૌભાંડ છે મગફળી કૌભાંડ છે. આ કૌભાંડથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યાં છે.

વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ લગાવ્યા આરોપ

તો વિસાવદર ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું કે ગામમાં માટી ભરેલા ટેમ્પા પકડ્યા હતા, તમામ સેન્ટર પર ખેડૂતો પહોંચ્યા પણ ત્યાં ખેડૂતોની મગફળી સ્વીકારવામાં જ નહિ આવી. બધા સેન્ટરો પર માત્ર બીજેપીના મળતિયાઓની જ મગફળી સ્વીકારવામાં આવી, મગફળી સાથે આગની તમામ ઘટનાઓમાં કૌભાંડ આચરવામાં આવ્યું, વિધાનસભામાં પણ અમારા દ્વારા કૌભાંડ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તમામ મગફળીની બોરી પર લખાણ લખવામાં આવેલું છે કે બોરી ક્યાંની છે ? સીઆઇડી ક્રાઇમ દ્વારા આગના બનાવોમાં અવળી તપાસ કરવામાં આવી.

હજીસુધી ખબર નથી પડતી કે શા માટે સરકાર દ્વારા મીડિયાને સાથે રાખીને ગોડાઉન ખોલવામાં નથી આવતા. યોગ્યતા વગરની મંડળીઓને મગફળી લેવા માટેની પરમિશન આપવામાં આવી. સરકાર પગલાં લેવાના નિવેદનો કરે છે પરંતુ તપાસ કરતા જ નથી.

આ પહેલા પણ મગફળીમાં માટી સહિતના કૌભાંડ રાજકોટ જિલ્લામાં બહાર આવ્યા હતા. જે તે સમયે પ્રેસ કોન્ફરન્સમાં નાફેડના ચેરમેન વાધજી બોડા એ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. વધુ એક કૌભાંડમાં નાફેડ ફરિયાદી બન્યું ન હતું અને નાફેડ અને ભાજપ સરકાર આમને-સામને આવી હતી.

મગફળી સળગી હતી ત્યારે પણ નાફેડના બદલે મગન ઝાલાવાડિયે ફરિયાદ કરી હતી. જો કે, નાફેડના ચેરમેન વાધજી બોડાએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, હજૂ તો ઘણુ બહાર આવશે. નાફેડ પાસે કોઇ સત્તા નથી. ગુણવતાના સર્ટિફિકેટ અમે ક્યાં આપ્યા છે, તો અમે કઇ રીતે ફરિયાદી બનીએ તેવા કટાક્ષ કર્યા હતા.

જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અલગ અલગ 6 ટીમ બનાવી કરવામાં આવશે તપાસ.દરેક ટીમમાં 1 નાયબ મામલતદાર, 2 પોલીસ અને 2 મજૂર નો સમાવેશ કરવામાં આવ્યો મગફળી ના દરેક કેરેટ માંથી રેન્ડમ 10 જેટલી બોરી ખોલી ચેકીંદ કરવામાં આવશે.

બોરીમાં કેટલા પ્રમાણમા માટી ભેળવવામાં આવે છે તે અંગે તપાસ કરવામાં આવશે. આવતીકાલ સવાર સુધીમાં તમામ ગણતરી કરી લેવામાં આવશે. કોના દ્વારા ભેળસેળ કરવામાં આવી તે અંગે તપાસ કરવામાં આવશે. ગોડાઉનની અંદર ભેળસેળ થઇ કે ખરીદ ક્ષેત્રમાંથી તે અંગે તેમજ જૂનાગઢના મોટી ધણેજ સહકારી મંડળીમાં પણ તપાસ કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here