ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને પાકિસ્તાનથી મદદ મળી રહી હોવાના કરેલા નિવેદનમાં હવે બીજેપી સાંસદ શત્રુધ્ન સિન્હા પણ કૂદી પડ્યા છે. તેમણે આ વખતે સીધો જ પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યો છે. બોલિવૂડમાં શોટગનના નામથી જાણીતા શત્રુધ્ન સિન્હાએ ટ્વિટ કરીને કહ્યું કે, જે વિકાસ મોડલનો વાયદો કર્યો હતો તે વિકાસના મુદ્દા પર વાત કરો.
શત્રુધ્ને તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘સર નવા નવા ટવિસ્ટ અને ભરપાઇની કોશિશ કરવાના બદલ તમે એવા મુદ્દા પર વાત કરો, જેમાં તમે વિકાસ મોડલનો વાયદો કર્યો હતો. જેમકે આવાસ, વિકાસ, યુવાનોને રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણ. સાંપ્રદાયિકતા ફેલાવતું વાતાવરણ અટકાવો અને સ્વસ્થ રાજનીતિમાં પરત ફરો. જય હિન્દ.’
Hon’ble Sir!
Just to win elections anyhow, and that too at the fag end of the process, is it a must to come up with & endorse new, unsubstantiated & unbelievable stories everyday against political opponents? Now linking them to Pak High Commissioner & Generals?! Incredible!.1>2— Shatrughan Sinha (@ShatruganSinha) December 11, 2017
મહત્વનું છે કે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલનપુરમાં એક ચૂંટણી રેલીમાં સંબોધિત કરતા આરોપ લગાવ્યા હતા કે પાકિસ્તાન ગુજરાત ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે.
Sir! Instead of new twists & turns, stories & cover ups, let’s go straight to the promises that we made, regarding housing, development, employment of youth, health, “Vikas model”. Lets stop communalising the atmosphere & go back to healthy politics & healthy elections. Jai Hind!
— Shatrughan Sinha (@ShatruganSinha) December 11, 2017
મોદીએ દાવો કર્યો હતો કે વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના દિલ્હી સ્થિત આવાસ પર ત્રણ કલાક સુધી ખાનગીમાં મીટિંગ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પાકિસ્તાનના નેતાઓ પણ સામેલ હતા.
મોદીએ કહ્યું હતું કે આ બેઠકમાં પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયૂક્ત, પાકના પૂર્વ વિદેશ મંત્રી, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સામેલ થયા હતા. બીજી તરફ મોદીના આ નિવેદનથી પાકિસ્તાન પણ ખુશ નથી. અને પાકના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે ભારતે પોતાની ચૂંટણીમાં પાકિસ્તાનને વચ્ચે ન લાવવું જોઇએ તથા પોતાના દમ પર ચૂંટણી જીતવી જોઇએ.