AhmedabadGujaratNews

સાબરમતીના સરદાર બ્રીજથી વડાપ્રધાન મોદી કરશે ‘સી-પ્લેન’માં યાત્રા

દેશભરમાં ગુજરાતમાં પ્રથમ વખત PM મોદી SEA-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટના સરદારબ્રીજ ખાતેથી રવાના થઈ ધરોઈ ડેમ ખાતે લેન્ડિગ કરશે. ત્યાંથી વડાપ્રધાન રોડ માર્ગે અંબાજીમાં ના દર્શન કરશે અને બપોર બાદ ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રીજ ખાતે પરત આવશે. આ સમ્પુર્ણ યાત્રા દરમિયાન લોકો દ્ગારા ઠેર-ઠેર PMનો સ્વાગત કરવામાં આવશે. આ ક્રાંતિકારી પગલાંથી ભવિષ્યમાં ગુજરાત ટૂરીઝમની દુનિયા ઘણા બધા લાભ થશે.

હજુ સુધી કોઈ PM સિંગલ એન્ઝિન SEA-પ્લેનમાં નથી બેઠા:

અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટથી PM મોદી ધરોઈ ડેમ SEA- પ્લેનથી ટેકઓફ કરશે. આ પહેલી વખત એવું થશે જ્યારે કોઈ વડાપ્રધાન પ્રથમ વખત સિંગલ એન્ઝિનવાળા SEA-પ્લેનમાં બેસીને યાત્રા કરવાના છે. વડાપ્રધાન મોદી કમાંડો સ્ટાઈલમાં ટેકઓફ અને લેન્ડિગ કરશે.

ટૂરીઝમ પર્પસ માટે ક્રાંતિકારી પગલું:

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે PM મોદીએ સભામાં જાહેરાત કરી હતી કે સાબરમતીના સરદાર બ્રીજથી પ્રથમ વખત કોઈ વડાપ્રધાન આ ‘સી-પ્લેન’માં યાત્રા કરશે. વધુમાં જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસને વિકાસની કલ્પના નહોતી કે ટુરિઝમ વધારવા માટે બધે એરપોર્ટ નહીં બની શકે, આ માટે અમે વોટર-વે બનાવવાની કામગીરી શરૂ કરી રહ્યા છીએ અને 106 વોટર-વે બનાવીશુ. સ્પાઇસજેટ પહેલી વખત 100 જેટલા પ્લેનનો કોરિયન કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. જ્યારે પીએમ મોદીએ 300થી વધારે સી-પ્લેન મંગાવવાની વાત કરી છે. આ કોન્ટ્રાકટથી ભવિષ્યમાં મોટા પ્રોજેક્ટની શક્યતાઓ વધશે અને જો રિવરફ્ન્ટ કે તળાવમાં ‘સી-પ્લેન’ લેન્ડિગ થશે તો ટૂરીઝમને વધુ ચાન્સેસ મળશે.

કોણ ચલાવશે ‘સી-પ્લેન’:

જ્યારે આજે સવારે મોદી સાબરમતી નદીથી સી-પ્લેનામાં બેસીને ધરોઇ ડેમ જવાના છે. ત્યારે આ સી-પ્લેન એક એન્જિંન વાળું હોવાથી તેને ઉડાવવા માટે ખાસ કરીને ફોરેનથી પાયલોટ બોલાવવામાં આવ્યો છે. આ પાયલોટ દ્વારા સાબરમતી નદી પર સી-પ્લેનનું સફળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ચાલો વધુ જાણીએ:

 • મુંબઈમા સ્પાઈસજેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીના સહયોગમાં સીપ્લેન ટ્રાયલ્સ યોજી હતી.* એ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પહેલી સીપ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું.
 • સીપ્લેન સેવા શરૂ થયા બાદ પ્રાદેશિક કનેક્ટિવિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
 • સ્પાઈસજેટ અને સેટોચી હોલ્ડિંગ્સ છેલ્લા છ મહિનાથી ભારતના નાના નગરો તેમજ શહેરોમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. સી-પ્લેન સેવાનું વિમાન 10 અને 14 સીટવાળું હોય છે.
 • સ્પાઈસજેટના તમામ સીપ્લેન્સને ભારતની એવિએશન રેગ્યૂલેટર એજન્સી ડીજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
 • આ સેવામાં વિમાનો એવા નગર કે શહેરમાં ટેક ઓફ્ફ અને લેન્ડ કરી શકે છે જ્યાં લેન્ડિંગ સ્ટ્રીપ્સ કે રનવે ન હોય પરંતુ નદી કે સમુદ્ર હોય.
 • જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ સ્મોલ એરક્રાફ્ટ એવિએશનમાં સ્થાપક છે.
 • ભારતમાં નદી કે ખાડી કે સમુદ્ર જેવા જળવિસ્તારો મારફત એર કનેક્ટિવિટીના સેક્ટરમાં સેવાની શક્યતા ચકાસનાર સ્પાઈસજેટ પહેલી અને હાલ એકમાત્ર ભારતીય કંપની છે.
 • દિલ્હી અને આગ્રા વચ્ચે પણ આ સેવા શરૂ કરવાનું કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે.
 • ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત ઈશાન ભારત, આંદામાન, લક્ષદ્વીપમાં સી-પ્લેન સેવા શરૂ કરવાનું વિચારણા હેઠળ છે.
 • ભારતમાં પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ એવિએશન ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. સી-પ્લેન સેવાથી આ ટ્રાફિકમાં જોરદાર ઉછાળો આવી શકે છે.
 • ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ એવિએશન માર્કેટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
 • દુનિયાના દેશોમાં આ પ્રકારના 200 જેટલા વિમાનો ઉડી રહ્યા છે. સેટોચી કંપની છેલ્લા દસેક વર્ષથી QUEST બ્રાન્ડ અંતર્ગત પાણી અને જમીન સપાટી પર ઉતરી શકે એવા વિમાન બનાવે છે.

સી-પ્લેન સેવાથી શું ફાયદો થશે?

 • સામાન્ય વિમાન સેવાની સરખામણીએ સી-પ્લેન સેવા ઘણી સસ્તી પડે છે.
 • અજમાયશની સફળતાને પગલે જાપાની કંપની ‘મેક ઈન ઈન્ડિયા’ યોજના અંતર્ગત ભારતમાં જ તેના સી-પ્લેન્સ બનાવશે.
 • આ નવી સેવાથી અંતરિયાળ વિસ્તારોને પણ એવિએશન નેટવર્ક સાથે જોડી શકાશે. એવા વિસ્તારોમાં એરપોર્ટ કે રનવે બનાવવા માટે થનાર ખર્ચો બચાવી શકાશે.
 • સી-પ્લેન સેવા ભારતમાં એરલાઈન તેમજ પર્યટન, બંને ઉદ્યોગ માટે એક નવી માર્કેટ ખોલી આપશે અને રીજનલ કનેક્ટિવિટી ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી દેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker