વિજય રૂપાણી, જીતુ વાઘાણી, અલ્પેશ ઠાકોર, પરેશ ધાનાણીએ ચૂંટણીમાં કેટલો કર્યો ખર્ચ, જાણો વિગત

વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોત-પોતાના મત વિસ્તારોમાં કેટલો ખર્ચ કર્યો તેની રકમ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી હતી. ઉમેદવારોના જાહેર થયેલા ખર્ચમાં, પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ જોઇએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાધાણીએ 24 લાખ 89 હજાર 306 રૂપિયાનો કર્યો છે.

વિજયભાઇ રૂપાણી

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 18,65,061 રૂપિયાનો ખર્ચ કર્યો છે. વિજય રૂપાણીએ ચાર સભા રેલી માટે રૂપિયા 3,24,000 રૂપિયા, પ્રચાર વાહનો માટે 4,84,000 રૂપિયા, કાર્યકરોને આપેલું માનદ વેતન 3,89,500 રૂપિયા, ભોજન તથા અન્ય ખર્ચ 2,13,250 રૂપિયા દર્શાવ્યો છે.

જિતુભાઇ વાઘાણી

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાઘાણીએ 24,89,306 રૂપિયાનો કર્યો છે. જેમાં જાહેર સભા સરઘસ રેલી ખર્ચ – 6,78,159 પ્રચાર સામગ્રી નો ખર્ચ – 1,87,220 સોશિયલ મીડિયા – 3,01,755 વાહન ખર્ચ – 5,22,067 ચા પાણી ખર્ચ – 20 હજાર પ્રચાર કાર્યકરોના ભોજન – 38 હજાર વાઘાણીએ પક્ષ તરફથી મળેલી રકમ 20 લાખ રૂપિયા દર્શાવી છે. જ્યારે પ્રચારકોની જાહેરસભા પાછળ 4,75,000 રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 8 લાખ 67 હજાર 908 રૂપિયાનો ચૂંટણી પ્રચારમાં ખર્ચ કર્યો છે. અમરેલી કોંગ્રેસ જાહેર સભા સરઘસ રેલી પાછળ ખર્ચ 6,61,960 રૂપિયા, પ્રચાર સામગ્રી માટે 1,10,880 રૂપિયા, ચા પાણી ખર્ચ 19,005 રૂપિયા, સ્ટાર પ્રચારકોના નિવાસ અને ભોજન ખર્ચ 1,16,540 ખર્ચ દર્શાવ્યો છે.

નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની મહેસાણા બેઠક પર 16,37,521 રૂપિયા ખર્ચ કર્યો છે. જેમાં પ્રચાર, સભા અને રેલી માટે રૂપિયા 5,71,022, પ્રચાર સામગ્રી ખર્ચ માટે 2,07,078 રૂપિયા, સોશિયલ મીડિયા ખર્ચ 64,620 રૂપિયા, વાહનો પાછળ ખર્ચ 66,004 રૂપિયા, પ્રચાર એજન્ટ ખર્ચ 2,66,113 રૂપિયા, ચા પાણી પાછળ ખર્ચ 36,495 રૂપિયા, ભોજન ખર્ચ 1,77,560 રૂપિયા, સંસ્થાઓ-વ્યક્તિઓ દ્વારા મળેલી રકમ 2,50,000 રૂપિયા દર્શાવી છે. નીતિન પટેલને પક્ષ તરફથી ખર્ચ માટે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

જિજ્ઞેશ મેવાણી

અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ પણ 5 લાખ 20 હજાર 553 રૂપિયાનો ચૂંટણી કર્યો છે. જેમાં વડગામ અપક્ષ જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ – 4,93,728 વાહન ખર્ચ – 21,825 ચા પાણી – 1,800 સ્ટાર પ્રચારકો નિવાસ અને ભોજન ખર્ચ – 1 લાખ કૂલ ખર્ચ – 5,20,553 દર્શાવાયો છે. જ્યારે વ્યક્તિઓ સંસ્થાઓ તરફથી મળેલી રકમ – 5,56,611 દર્શાવવામાં આવી છે.

 અલ્પેશ ઠાકોર

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ 7,65,433 વાહન ખર્ચ – 68,000 ચા પાણી ખર્ચ – 62,000 ભોજન અને અન્ય ખર્ચ 3,93,897 રૂપિયા દર્શાવ્યો છે. તેમને પક્ષ તરફથી ખર્ચ પેટે 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

 

 

 

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here