ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મ દિવસ છે, ત્યારે તેમણે પોતોના જન્મ દિવસે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. વિધવા બહેનોને લગ્ન કરવા માટે 50 હજારની જાહેરાત કરી છે. જે બાળકોના માતા પિતા કે પિતા કે માતાનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકોને મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે.
ગુજરાતના સીએમ રૂપાણીએ સોમવારે પોતાના 65મા જન્મ દિન નિમિત્તે રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો.જે અંતર્ગત 244 લોકોને વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, દિવ્યાંગોને સહાય, ક્રીમીલીયર સર્ટિ. અને જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા આની સાથે જ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3 હજાર 963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવવાની યોજનાનો પ્રારંભ કર્યો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65 જે મો જન્મદિવસ છે. વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસની ઉજવણી તેમના વતન રાજકોટમાં કરી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવા સસ્થાને પહોંચી તેમને પગે લાગ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીઢ નેતા વજુભાઈ વાળાના નિવાસ સ્થાનેબંધ બારણે 25 મિનિટ સુધી બેઠક કરી હતી.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વજુભાઇ વાળાના રાજકોટ આવવાથી કાર્યકર્તાઓને વડીલની હુંફ મળશે. વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી.અલગ અલગ સ્વરૂપમાં વજુભાઇ પાર્ટીની સેવા કરતા જોવા મળશે. વિજયભાઇ સાથેની મુલાકાત બાદ વજુભાઇ વાળાએ વિજયભાઈ રૂપાણીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, વિજયભાઈ રૂપાણી નીડર નેતા છે.મેં એમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન જે જવાબદારી સોંપશે એ હું નિભાવીશ. કોઈનો મારે સફાયો નથી કરવો, મારે ભાજપને આગળ વધારવું છે.