ગુજરાતમાંથી કોરોનાની બીજી લહેર સમાપ્તઃ આજે નોંધાયા સૌથી ઓછા કેસ

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરનો ખાત્મો થઈ ગયો છે. ગુજરાતમાં કોરોનાની આ લહેરે અનેક લોકોના જીવ લઈ લીધા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 262 કેસ નોંધાયા છે તો નવા 5 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 776 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 97.90 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 7230 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 198 લોકો વેન્ટિલેટર પર છે. 7032 લોકો સ્ટેબલ છે. 804668 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 05 લોકોનાં મોત નિપજ્યાં છે. 10023 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,04,668 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,023 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 55 હજાર 046 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Scroll to Top