ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનું જોર ઘટ્યુંઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરે ગુજરાતમાં રીતસરની તબાહી મચાવી હતી. પરંતુ ગુજરાતીઓ ક્યારેય પાછા પડ્યા નથી અને તમામ સંકટો સામે લડીને પાછા ઉભા થતા ગુજરાતને બહુ સારી રીતે આવડે છે. એવી જ રીતે ગુજરાતીઓએ કોરોના સામે ઝઝુમીને પોતાની હિંમત દર્શાવી છે. અને બીજી લહેરનું જોર હવે ગુજરાતમાં ઘટ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 455 જેટલા નવા કેસ સામે આવ્યા છે. કુલ 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 8,20,321 જેટલી થઈ ગઈ છે. આ સાથે જ મૃત્યુઆંક 9997 થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 10,249 થઈ ગઈ છે.

સુરતમાં નવા 96 કેસ સાથે એક દર્દીનું મોત, અમદાવાદમાં નવા 55 કેસ સાથે 2 દર્દીનાં મોત, વડોદરામાં નવા 72 કેસ સાથે એકનું મોત, રાજકોટમાં 46 અને જૂનાગઢમાં 34 કેસ, ગાંધીનગરમાં 8, જામનગરમાં 13, ભાવનગરમાં 1 કેસ, નવસારીમાં 17, ગીર સોમનાથમાં 14, ભરૂચમાં 11 કેસ, કચ્છમાં 10, અમરેલીમાં 9, પંચમહાલમાં 8 કેસ, વલસાડમાં 8, મહેસાણામાં 7, બનાસકાંઠામાં 6 કેસ, દ્વારકામાં 6, ખેડા-પોરબંદર-સાબરકાંઠામાં 5-5 કેસ, આણંદમાં 4, મહિસાગર-પાટણ-સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, અરવલ્લી-તાપીમાં 2-2, બોટાદ-નર્મદામાં 1-1 કેસ નોંધાયા છે.

Scroll to Top