ફાઈનલી ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો અંત આવ્યોઃ આજે નોંધાયા માત્ર આટલા કેસ

આંકડાઓ જોતા હવે એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 405 કેસ નોંધાયા છે. આજે વધુ 6 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1106 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાજ્યના 8 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,003 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. આજે વધુ 1106 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,01,181 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 9542 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 223 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

અલગ અલગ શહેરોની વાત કરીએ તો, સુરતમાં નવા 78 કેસ સાથે 2 દર્દીનાં મોત, અમદાવાદમાં નવા 47 કેસ સાથે 2 દર્દીનાં મોત, વડોદરામાં 61 અને રાજકોટમાં 32 કેસ, જૂનાગઢમાં 30 અને ગાંધીનગરમાં 13 કેસ, જામનગરમાં 11 અને ભાવનગરમાં 4 કેસ, ગીર સોમનાથમાં 20, પોરબંદરમાં 16 કેસ, અમરેલીમાં 12, ભરૂચ-નવસારીમાં 9-9 કેસ, બનાસકાંઠા-ખેડા-વલસાડમાં 8-8 કેસ, પંચમહાલમાં 7, આણંદમાં 6, દ્વારકામાં 5 કેસ, કચ્છમાં 5, સાબરકાંઠા-તાપીમાં 4-4 કેસ, મહિસાગરમાં 3, અરવલ્લી -મોરબીમાં 2-2 કેસ અને નર્મદામાં નવો એક કેસ નોંધાયો છે.

Scroll to Top