વાવાઝોડાથી સંપૂર્ણ નાશ પામેલ પાકમાં સરકાર તરફથી શું સહાય આપવામાં આવશે, તમે પણ જાણો…

કૃષિ નુકસાની અંગે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પર તાજેતરમાં આવેલ તૌક્તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને ખૂબ નુકસાન થયું છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ તેમ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં વ્યાપક નુકસાન થયું છે. આ રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને ખૂબ નુકસાન પહોંચ્યું છે.

જેમાં સરકાર દ્વારા અનેક રીતે સહાય નક્કી કરવામાં આવી છે. જેમાં કાયમી નાશ પામેલ બાગાયતી પાકો માટે રૂ.1 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. જ્યારે આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામેલ કિસ્સાઓમાં રાજ્ય સરકારે પ્રથમ વખત હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય લેવાયો છે.

જ્યારે ખાલી પાક બગડી ગયો હોય તો પ્રતિ હેક્ટર દીઠ રૂ.30 હજારની મદદ કરવામાં આવશે. એટલે કે બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવે છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે, વરસાદી ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડતા ઘણું નુક્સાર થયું છે.

આ સિવાય 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. તે સિવાય 33 ટકાથી વધુ નુકસાન પામેલા ઉનાળુ પાકો માટે રૂ. 20 હજારની સહાયની જાહેરાત કરાય છે. જેમાં ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન પહોંચ્યું છે. આ બાબતમાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની માર્યાદિતમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

Scroll to Top