ખાતા ફાળવણી થી નારાજ થયેલા નીતિન પટેલે આજે પોતાના નિવાસસ્થાન પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આજે પોતે કામ સંભાળશે તેવી વાત તેમણે કરી છે. નીતિન પટેલે એ વાતને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ પાર્ટી કે મંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે જણાવ્યું કે તેમણે પાર્ટીને પોતાની ચિંતાથી અવગત કરાવી દીધી છે.
ખાતા ફાળવણી અંગે નીતિન પટેલેની પ્રેસ કોન્ફરન્સ, જાણો માગણીઓ તેમની અંગે શું કહ્યુ
ગુજરાતના પ્રજાના આશિર્વાદથી ભાજપની સરકાર બની છે. નવા મંત્રીમંડળની શપથવિધિનું કામ પણ પૂર્ણ થયું છે. બીજા નંબરના મંત્રીના સ્થાનને અનુરુપ થાય તેવા ખાતા મને ફાળવવામાં ન આવ્યા અને નાણા અને શહેરી વિકાસ વિભાગ પરત લઇ લેવાયા હતાં. જેથી મેં મારી લાગણી વ્યક્ત કરી હતી અને ખાતાની માગણી કરી હતી. મેં મારી આ માગણી અમિત શાહ સુધી પહોંચાડી હતી. મને મંત્રીમંડળમાંથી મુક્ત કરો અથવા યોગ્ય ખાતા ફાળવો તેવી માગણી મેં કરી હતી. આ અંગે અમિત શાહનો આજે ફોન આવ્યો અને મને તેમણે મને મંત્રી તરીકે કામગીરીનો ચાર્જ સંભાળવા કહ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી આજે મને ફાળવવામાં આવનાર ખાતા અંગે રાજ્યપાલને પત્ર સોંપશે.
Read Also: નારાજગી બાદ સૌપ્રથમ વખત નીતિન પટેલે આપી આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?