iPhone 8 પર મળી રહ્યું છે 9000 સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો નવી કિંમત

જો તમે iPhone ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. ભારતમાં iPhone ના વેચાણના ઓનલાઈન સેલિંગ પાર્ટનર ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોને પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન iPhone 8 પર મોટુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે.
એમેઝોન પર iPhone 8ના 64 જીબી વેરિયન્ટ પર 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે તેની કિંમત ઘટીને 54,999 રૂપિયા થઈ ગઈ છે. આ સ્માર્ટફોનની ઓરિજિનલ સેલિંગ પ્રાઈઝ 64,000 રૂપિયા છે.
iPhone SE ના 32 જીબી વેરિયન્ટ પર 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતુ અને હવે તમને 17,999 રૂપિયામાં મળતો હતો. જો કે હવે તેની કિંમત રિવાઈઝ કરવામાં આવી છે. આ ફોન હવે 18,999 રૂપિયામાં મળી રહ્યો છે. તેની ઓરિજિનલ કિંમત 26,000 રૂપિયા છે.
એપલ iPhone 8માં 4.7 એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેનું રિઝોલ્યુશન 1334X750 પિક્સેલ છે. તેનો 12 મેગાપિક્સેલ રિયર કેમેરા 4K રેકોર્ડિંગ કરે છે. ફ્રંટમાં 7 મેગાપિક્સેલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન 64 અને 256 જીબીના બે સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં એપલના રિયર ગ્લાસ પેનલ પણ આપવામાં આવ્યા છે જે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.