આ બનાવ સામે આવ્યો છે પંચમહાલના ઘોઘંબા લાલપુરી ગામમાં જ્યા જંગલ વિસ્તારમાંથી બે યુવતીઓના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા બંને યુવતીઓ સંબંધમાં પિતરાઈ બહેન થતી હતી હતી જોકે તેમની આત્મહત્યાનું રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે જેથી પોલીસ પણ આ મામલે તપાસમાં લાગી ગઈ છે ઘટનાની જાણ થતા યુવતીઓના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
આવીજ એક ઘટના કડીમાં સામે આવી છે. જ્યા જંગલ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે યુવકની આત્મહત્યા બાદ એવી ચર્ચા સામે આવી છે કે આ યુવકે તે બંને યુવતીઓ પૈકી એક યુવતીનો પ્રેમી હતો જોકે એક સાથે ત્રઁણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
બંને બહેનોના મૃતદેહ મળી આવતા પરિવારના સભ્યોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આ બંને બહેનો મોડી રાતે લગ્ન પ્રસંગમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે તેમના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા. જેથી આ ચર્ચાનો મુદ્દો બન્યો છે. સાથેજ લોકો પણ હેરાન રહી થઈ ગયા છે અને વિચારી રહ્યા છે. કે બંને બહેનોએ સાથે આત્મહત્યા કેમ કરી.
સમગ્ર મામલે પોલીસે ત અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે પીએમ રિપોર્ટ આવે તે પછી પોલીસને પણ પુરતી જાણકારી મળી રહેશે. બંને બહેનો લગ્ન પ્રસંગમા ગઈ હતી. પરંતુ એકાએક ગુમ થઈ જતા પરિવારજનોએ તપાસ આરંભી હતી. જોકે બીજા દિવસે ઝાડ પર લટકતી હાલતમાં બંનેનો મૃતદેહ મળી આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ઝાડ સાથે દુપટ્ટો બાંધીને બંને બહેનોએ આત્મહત્યા કરી લીધી. આ બંને બહેનો પૈકી એક બહેન કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યારે બીજી બહેન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પોલીસ હત્યાની દિશામાં તપાસ આરંભી છે. કારણકે ઉંચા ઝાડ પર યુવતીઓ પહોચી કઈ રીતે તે પણ એક ગંભીર સવાલ છે. તેમા પણ એત બહેન વિકલાંગ હતી તો જેથી તે ઝાડ પર ચઢી ન શકે.
જોકે એક કેસ તો ઉકેલાયો ન હતો તેવામાં વધું એક યુવકનો મૃતદેહ એવીજ હાલતમાં મળી આવ્યો. જેથી હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. કે પ્રેમ પ્રકરણમાં આ હત્યાકાંડ થયો છે. યુવકે ગળે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ મામલે પોલીસે સ્થળ પર પહોચીને તપાસ હાથ ધરી છે. જોકે યુવકે બે યુવતી પૈકી એક યુવતીનો પ્રેમી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં હવે શું સામે આવે છે તે જોવાનું છે.