ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ કલાકાર ગુમાવી દીધો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા. અમદાવાદમાં તેઓ પાલડી ખાતે રહેતા હતા. ગુજરાતી ફિલ્મોનો સુરજ મધ્યાહન તપતો હતો ત્યારે તેમણે ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, ગંગા સતી, મા ખોડલ તારો ખમકારો જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોના કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નાગરા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે.
ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના દિગ્ગજ કલાકારના અરવિંદ રાઠોડના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. તેઓના પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં પરંતુ પિતાનો વ્યવસાય સ્વિકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું.