ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાક. ને આપનાર સેનાના જવાન ની ધરપકડ: મહિલા એજન્ટની હની ટ્રેપમાં…

ભારતીય સેનાના જવાનની ગુપ્ત માહિતી લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે પુણેમાં તૈનાત જવાન ગણેશ પ્રસાદની ધરપકડ કરી હતી. તેમણે સેનાની મેડિકલ કોર્પ્સ સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવાની પણ કબૂલાત કરી છે. હાલ ખાગોલ પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સેનાના જવાન ગણેશ પ્રસાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની એક મહિલા એજન્ટના સંપર્કમાં હતો. જોધપુરમાં પોસ્ટિંગ દરમિયાન મહિલાએ તેને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ પોતાને નૌકાદળનો તબીબી સ્ટાફ કહીને ગણેશ સાથે મિત્રતા કરી હતી. બિહાર એટીએએસ ને ચાર દિવસ પહેલા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી આ અંગે ઇનપુટ મળ્યો હતો. ત્યારબાદ એક ટીમને ગુપ્ત રીતે તેની ધરપકડનું કામ સોંપવામાં આવ્યું હતું. આખરે રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ખાગોલ પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલા આર્મી જવાન ગણેશ પ્રસાદનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. મોબાઇલની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મોબાઇલ દ્વારા આઈએસઆઈની મહિલા એજન્ટને કયા સંદેશા પહોંચાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા જવાનની એટીએમ, આર્મી ઇન્ટેલિજન્સ, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

Scroll to Top