અમેરિકાના એક યુ-ટ્યુબરે એવી કમાલ કરી કે તેનો વિડીયો ભારતમાં વાયરલ થયો છે. તેણે એ દેખાડ્યું કે જ્યારે અમેરિકાના લોકોએ હાજમોલા ખાધી તો શું થયું? એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ પ્રથમવાર છે કે જ્યારે અમેરિકાના લોકોએ હાજમોલા ખાધી હોય. હાજમોલા ખાધા બાદ આ લોકોની પ્રતિક્રિયા જોવા જેવી હતી.
હકીકતમાં આ કારનામું Our Stupid Reactions નામની એક યુ-ટ્યુબ ચેનલ પર પ્રકાશીત કરવામાં આવ્યું છે. આ વિડીયોમાં રિક અને કોરબિન નામના બે હોસ્ટ છે અને એમાં એક રિકની માતા પણ છે. આ લોકોએ દેખાડ્યું કે, તેઓ હાજમોલા ખાધા બાદ કેવું ફીલ કરી રહ્યા છે. આટલું જ નહી પરંતુ આ લોકોએ હાજમોલા ખાધા બાદ પોતાનું રિએક્શન પણ આપ્યું.
સૌથી પહેલા આ લોકોએ હાજમોલાને સુંઘવાનું શરૂ કર્યું. આ ત્રણેય લોકો સિવાય વિડીયોમાં અન્ય કેટલાક લોકો પણ દેખાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે લોકો પણ હાજમોલાનો સ્વાદ લેવા માટે તૈયાર છે. આ લોકો એક એક કરીને હાજમોલાની ડબ્બી ધ્યાનથી જોવા લાગ્યા અને પછી અચાનક જ એ લોકોએ હાજમોલા ખાવાનું શરૂ કરી દિધું.
કોઈનું કહેવું હતું કે, અમને આની સ્મેલ ગજબ લાગી તો કોઈએ કહ્યું કે અમને મસાલા અને મીઠાના મીશ્રણ જેવી સુગંધ લાગી રહી છે. એક વ્યક્તિએ તો મસાલો તેજ હોવાના કારણે હાજમોલાને મોઢાની બહાર પણ કાઢી નાંખી. રિકની માતાની પ્રતિક્રીયા જોવા લાયક હતી. તેમનો ચહેરો જોઈને જ સમજી શકાતું હતું કે હાજમોલા ખાઈને તેમને કેવું લાગ્યું.
એક રિપોર્ટ અનુસાર રોજ 2.6 કરોડ હાજમોલાની ગોળી ખાય છે. હાજમોલા નિર્માતા કંપનીની વેબસાઈટ પર પણ આ જ દાવો કરવામાં આવ્યો છે. એક તથ્ય એપણ છે કે, ભારતમાં હાજમોલા ખૂબ જ લોકપ્રીય છે. અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.