સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે વિશ્વની અર્થ વ્યવસ્થા પણ પડી ભાંગી છે. હાલ કોરોના સામે વેક્સિન એક માત્ર સચોટ ઈલાજ છે. પરંતુ વેક્સિન લીધા પછી પણ અમુક એવા લોકો છે કે જેઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી જતા હોય છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ચીની વેક્સિન લીધી હતી. જેમા વેક્સિન લીધા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના કારણે ચીની વેક્સિનને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ચીનની કંપની સિનોફાર્મા દ્વારા તે વેક્સિન તૈયાર કરવામાં આવી હતી.
આ સીવાય આપને ખ્યાલ હશે કે બોલીવુંડના એક્ટર પરેશ રાવલે પણ કોરોનાની વેક્સિન લીધી ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તો આપને જણાવી દઈએ કે વેક્સિન લીધા પછી પણ તમે કોરોનાની ઝપેટમાં આવી શકો છો.
કોરોના વેક્સિન આપ્યા પછી જો તમે કોરોનાની ઝપેટમાં આવી જાવ છો. તો આવા કેસને બેકથ્રુ કેસ કહેવામાં આવે છે. પરંતુ આ બાબકે એક શરત એ છે કે ઈન્ફેકશન બંને રસી લીધાના ઓછામાં ઓછા 14 દિવસ બાદ લાગવું જોઈએ.
આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે વેક્સિન લીધા પછી એન્ટીબોડી તૈયાર થવામાં અઠવાડિયાનો સમય લાગે છે. નિષ્ણાંતોએ એવું પણ કહ્યું છે કે રસી માટે એક સમયમર્યાદા જરૂરી છે. કારણકે તમારા શરીરને કોવિડથી રોકવા માટે એન્ટીબોડી ડેલવપ થવી જરૂરી છે. જેના માટે પૂરતો સમય મળવો જોઈએ.
ઈઝરાઈલના એક રિસર્ચમાં સામે આવ્યું કે નોર્મલ રસીનો પહેલો ડોઝ લીધા બાદ લોકો 12 દિવસમાં સંક્રમિત થાય તેવી સંભાવના છે.
મહત્વનું છે કે કોરોનાની વેક્સિનનો સ્ટોક 50 ટકા જેટલોજ મળશે તેવી વૈજ્ઞાનિકોને આશા હતી. પરંતુ હવે તે વેક્સિનનો ડોઝ માર્કેટમાં 95 ટકા જેટલો છે. પરંતુ અત્યાર સુધી એવી કોઈ રસી સામે નથી આવી કે તમને કોરોના સામે 100 ટકા રક્ષણ આપી શકે.