છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં આંદોલનો ચલાવી રહેલા અલ્પેશ, જીગ્નેશ અને હાર્દિક પટેલ આવનારી લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને ફાયદો કરાવે એ કહેવું હાલ કઠિન છે.આ ત્રણેય આંદોલનકારીઓ હાલ તો કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે.ભાજપ આ યુવાનો ને પાર્ટીમાં સામેલ કરવા કી પણ કરી શકે છે.કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા નેતાઓને અટકાવવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે.કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી અલ્પેશ,જીગ્નેશ અને હાર્દિકને ટિકિટ મળી શકે છે.
ભાજપને ટક્ક્ત આપનાર પાટીદાર અનામત આંદોલન ના નેતા અને હાલ ખેડૂત મુદ્દે લડી રહેલા હાર્દિક પટેલ ને કોંગ્રેસ અમરેલી બેઠક પર ટિકિટ આપે તેવી શક્યતાઓ છે,હાર્દિક મહેસાણા બેઠક પર પણ સારું પ્રદર્શન કરી શકે છે.કોંગ્રેસના જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ જતા મહેસાણા બેઠક પર કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારે તેવી સંભાવનાઓ છે.
વડગામ બેઠક પરથી ચૂંટાયેલા જીગ્નેશ મેવાણી ને કોંગ્રેસ કચ્છ લોકસભા બેઠક આપી શકે છે.ઓબોસી નેતા અલ્પેશ ઠાકોરનું નામ બનાસકાંઠા બેઠક પર ચર્ચાઈ રહ્યું છે.પરંતુ હાલ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે એવી વાતો પણ વાયુવેગે ફેલાઈ રહી છે,