મંગળવારે થયેલા પાટીદારોના ધરણાની નોંધ લઇ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ બીજી દિવસે ધરણામાં જોડાયો હતો. ધરણા સ્થળે આવી પહોંચેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને જોઇ સમગ્ર વિસ્તાર જય સરદાર જય પાટીદારના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
પાટીદારોને ન્યાય માટેની લડતનો બીજો દિવસ
બનાસકાઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ ન્યાય આપતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ પાલનપુર શહેરની જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજી ન્યાયની લડતને લઇ મંગળવારે મેદાને ઉતર્યા છે. જ્યારે તેમની માંગનો સ્વીકાર ન કરાતા પાટીદારો બીજા દિવસે બુધવારે પણ ધારણા યથાવત રાખ્યા હતા.
હાર્દિકનો સરકારને સવાલ
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ગોળીબાર ને લઈ ગુજરાત સરકારે ત્રણ વખત દીધું કે અમે સીઆઇડીને તપાસ સોંપી છે તો કોઈ રિપોર્ટ આપ્યો શું કામ નથી. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું કે પોલીસે ખોટી રીતે ગોળીબાર કર્યો છે. સીઆઇડીએ તમામ રિપોર્ટ એવા આપ્યા ઘરના ભૂવા ને ઘરના ડાકલા પ્રમાણે કે કોઈ કોઈ પોલીસ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી. આ વિધાનસભાની અંદર બોલેલા શબ્દો છે. મને એ ખબર નથી પડતી કે તપાસ થઈ છે કે નથી થઈ. તપાસ થઈ હોય તો આપ જાહેર કરો કે આટલી તપાસ થઈ નથી. થયું તો જાહેર કરો. પ્રશ્ન એ છે કે અમે આટલી એટલે રજૂઆત કરીએ છીએ તો પણ સરકાર શા માટે સાંભળતી નથી.