હાર્દિક પટેલ, મોઢવડિયા, સહીતના અન્ય લોકોએ લીધી તોગડીયાની મુલાકાત, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ

પ્રવિણ તોગડિયાને મળવા પહોંચ્યા ડીજી વણઝારા

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયા ગુમ થયા બાદ બેભાન અવસ્થામાં અમદાવા કોતરપુર નજીક મળ્યા હતા. જે પછી રાજકારણ સખત ગરમ થઈ ગયું છે. જ્યાં પ્રવિણ તોગડિયાએ પોતાના એન્કાઉન્ટરની શંકા વ્યક્ત કરી ત્યાં ગુજરાતના પૂર્વ ડીજીપી અને એકાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ડીજી વણઝારાએ તોગડિયાની મુલાકાત લીધી હતી. જેને લઈને રાજકારણમાં વધુ એક કરંટ પસાર થઈ ગયો છે.

તોગડિયાએ પોતાના ગુમ થવા અને બેભાન મળવા અંગે કહ્યું કે, તેમને રાજસ્થાન પોલીસ પકડવા આવી રહી હતી અને મને એન્કાઉન્ટરની શંકા હતી. જ્યારે મેં વકીલો સાથે વાત કરી ત્યારે તેમણે સલાહ આપી કે આપે કોર્ટ સમક્ષ હાજર થઈ જવું જોઈએ ત્યારે હું ત્યાં જવા માટે રિક્ષામાં અમદાવાદ એરપોર્ટ જઈ રહ્યો હતો. ત્યાં રિક્ષામાં મારી તબીયત લથડતાં હું બેભાન થઈ ગયો હતો અને તે પછીનું મને કાંઈ યાદ નથી. મારી આંખ હોસ્પિટલમાં ખુલી હતી.

ડો. તોગડિયા સાથે બનેલી આ ઘટના બાદ ડીજી વણઝારા તેમને મળવા પહોંચ્યા હતા. જોકે વણઝારા અને તોગડિયા જુના મિત્રો પણ છે. છતાં જ્યારે એન્કાઉન્ટરની શંકા વ્યક્ત કરી અને ત્યારે જ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટનું તેમને મળવા પહોંચવું ભારે શંકા ઉપજાવે તેવું હતું. જોકે આ અંગે મિત્રતામાં તેઓ મળવા પહોંચ્યા હોવાનું પણ કહેવાય છે. ડીજી વણઝારાએ પણ કહ્યું કે, જ્યારે મને તેમની તબીયતના સમાચાર મળ્યા ત્યારે હું તેમને મળવા પહોંચ્યો છું.

હાર્દિક પહોંચ્યો પ્રવીણ તોગડીયાને મળવા

હાર્દિક પટેલ, મોઢવડિયા, સહીતના અન્ય લોકોએ લીધી તોગડીયાની મુલાકાત, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ
હાર્દિક પટેલ, મોઢવડિયા, સહીતના અન્ય લોકોએ લીધી તોગડીયાની મુલાકાત, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પણ પ્રવીણ તોગડીયાને મળવા માટે ચંદ્રમણી હોસ્પિટલમાં પહોંચી ગયો છે. તેણે પ્રવીણ તોગડીયાને મળ્યા બાદ મીડિયાને સંબોધન કરતા BJP પર આ ઘટનાનો આરોપ લગાવ્યો હતો અને હિન્દુત્વ ખતરામાં છે, તેવું કહ્યું હતું. આજે હિન્દુ સંકટમાં નથી, હિન્દુસ્તાન સંકટમાં છે. પ્રવીણ તોગડીયાની સુરક્ષા સરકારની જવાબદારી છે અને અમે પ્રવીણ તોગડીયાની સાથે છીએ. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રવીણ તોગડીયાના ગાયબ થયા બાદ હાર્દિકે ટ્વીટ પણ કરી હતી.


તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, પ્રવીણ તોગડીયાજીના ગુમ થયા બાદ પણ રાજ્યના હોમ મિનિસ્ટર કેમ ચૂપ છે? તોગડીયાજીના સુરક્ષાકર્મીઓને હજુ સુધી સસ્પેન્ડ કેમ નથી કરવામાં આવ્યા? VHP અને BJP ચિંતિત કેમ નથી? ડૉ.મનમોહનસિંહજીની સરકારમાં જો પ્રવીણ તોગડીયાજી ગુમ થઈ જાત તો BJP આખા દેશમાં હિંસા ફેલાવી દેત. ઝેડ પ્લસ સિક્યોરિટી હોવા છતા પ્રવીણ તોગડીયાજી ગાયબ થઈ જાય છે. તો વિચારવાની વાત છે કે સામાન્ય વ્યક્તિ સાથે શું થઈ શકે છે. પ્રવીણ તોગડીયાજીએ પહેલા પણ કહ્યું હતું કે, તેમના જીવને જોખમ છે.

મોઢવડિયાએ લીધી તોગડીયાની મુલાકાત

આજે સવારે પ્રવીણ તોગડીયાને મળવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પ્રવીણ તોગડીયાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવડીયાએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તોગડીયાના ખબર-અંતર કાઢ્યા હતા. તોગડીયાના ખબર અંતર કાઢયા બાદ અર્જુન મોઢવડીયાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી.

હાર્દિક પટેલ, મોઢવડિયા, સહીતના અન્ય લોકોએ લીધી તોગડીયાની મુલાકાત, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ

અર્જન મોઢવડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડો.પ્રવીણ તોગડીયાની જે ઘટના સામે આવી છે. તે ચોંકાવનારી છે. આ પૂર્વે ગુજરાતનાં હોમ મિનિસ્ટર અને ભાજપના દિગ્ગજ નેતા હરેન પંડયાની હત્યા કરવામાં આવી હતી. હરેન પંડ્યાને કોણે માર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી. સીબીઆઈ દ્વારા આખીય તપાસને રિ-ઈનવેસ્ટીગેટ કરવાની કોર્ટમાં માંગ કરવામાં આવી હતી ત્યારે ભાજપ સરકારે તેનો વિરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ડો.તોગડીયા મામલે આખો દિવસ હંગામો થયો. પરંતુ સરકાર કોઈ વલણ સ્પષ્ટ કરી શકી નથી. ડો.તોગડીયાની ઘટના અંગે હાઈ લેવલ કમિટીને તપાસ સોંપવામાં આવે. આખો દિવસ તેઓ ક્યાં હતા અને કોના તરફથી તેમને હત્યા થવાની દહેશત રહેલી છે તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

Read Also: પ્રવીણ તોગડિયા પર હાર્દિકે કહ્યું, મનમોહનસિંહના રાજમાં આવું થયું હોત તો

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here